Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૮૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
ભાવાર્થ :- આશુપ્રજ્ઞ અર્થાત્ પ્રજ્ઞાસંપન પંડિત સાધક પ્રમાદરૂપી મોહનિદ્રામાં સૂતેલા જીવો વચ્ચે પણ પ્રતિક્ષણ જાગૃત રહે છે અને પ્રમાદ ઉપર જરા માત્ર પણ વિશ્વાસ કરતા નથી, કારણ કે મુહૂર્ત અર્થાત્ મૃત્યુસમય ભયંકર છે, કાળનો પ્રહાર અચૂક છે અને શરીર દુર્બળ છે, તેથી ભારંડપક્ષીની માફક અપ્રમત થઈને સાવધાનીપૂર્વક સંયમનું પાલન કરવું જોઈએ.
चरे पयाई परिसंकमाणो, जं किंचि पास इह मण्णमाणो ।
लाभतरे जीविय वूहइत्ता, पच्छा परिणाय मलावधसी ॥७॥ શબ્દાર્થ :- પી - ડગલે પગલે, રિસંવાળો - દોષની શંકા કરતો, ફુદ - આ લોકમાં, fજ = ગૃહસ્થોની સાથે થોડો પણ પરિચય વગેરે છે તે, વાસં = સંયમને માટે પાશરૂપ, માળો - માનતો, સમજતો, રે સંયમમાં વિચરે, તમારે - જ્યાં સુધી આ શરીરથી ગુણોનો લાભ થાય છે, ત્યાં સુધી, નવિય - જીવનની, શરીરની, કૂદત્તા - અન્ન-પાણી દ્વારા સારસંભાળ કરે, પુચ્છા : પછી, મનથી - ઔદારિક શરીરને, અચિ ભરેલા આ શરીરને, પરિdળવે - જાણી તેનો ત્યાગ કરે, સંથારો કરે. ભાવાર્થ :- સાધક ડગલે ને પગલે દોષની, પાપની શંકા કરતો પગલા ભરે, સંયમી જીવનમાં ગૃહસ્થનો પરિચય બંધનરૂપ છે, એમ માની તેનો ત્યાગ કરે. જ્યાં સુધી શરીરથી સંયમ ગુણોનો લાભ થતો રહે, ત્યાં સુધી તેનું આહારાદિ વડે સંરક્ષણ કે પોષણ કરે જ્યારે આ શરીરથી સંયમ ગુણોનું પાલન ન થાય, ત્યારે કર્મમળનો નાશ કરનાર આજીવન અનશનનો સ્વીકાર કરે.
छंदं णिरोहेण उवेइ मोक्खं, आसे जहा सिक्खिय-वम्मधारी ।
पुव्वाई वासाइं चरेऽप्पमत्तो, तम्हा मुणी खिप्पमुवेइ मोक्खं ॥८॥ શબ્દાર્થ :- 1 - જેવી રીતે, સિનિય - સવારની અધીનતામાં શિક્ષા પામેલો, લગ્નધારી - કવચધારી, આ અશ્વ, છ૯ ગરોળ-સ્વેચ્છાને છોડી, મોહં. દુઃખોથી મુક્તિ, કફ- પ્રાપ્ત કરે છે, તન્હા મુળી. આ જાણી મુનિ પણ (ગુરુ આજ્ઞામાં રહી), પુલ્લા વાલા, પૂર્વ વર્ષો સુધી અર્થાત્ ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષની ઉંમર સુધી, અપ્રમત્તો- પ્રમાદ રહિત થઈને, વર- સંયમમાં વિચરણ કરે, જિનાજ્ઞામાં રહે, વિ. જલ્દીથી તે મુનિ, મોહ - મોક્ષને, ૩-મેળવી લે છે. ભાવાર્થ :- જેમ પોતાની સ્વચ્છંદતાને કાબુમાં લઈ શિક્ષિત અને કવચ (બખતર) ધારી ઘોડો યુદ્ધમાં વિજય મેળવે છે, તેમ સંયમી સાધક પણ સ્વચ્છંદતા પર નિયંત્રણ કરી, મોક્ષને પ્રાપ્ત કરે છે. તેવા સાધક અનેક (કરોડ) પૂર્વ વર્ષો સુધી અપ્રમત્તપણે સંયમનું પાલન કરે છે. તેથી મુનિ શીધ્ર મોક્ષ મેળવે છે.
વિવેચન :વિદ - યથાવસ્થિત વસ્તુતત્ત્વના જ્ઞાનને પ્રાપ્ત વ્યક્તિ અથવા ધર્માચરણ માર્ગે જાગૃત વ્યક્તિ