Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૮૪
ચોથું અધ્યયન
અસંસ્કૃત
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
IZER
અસંસ્કૃત જીવન અને અશરણતા :
१
असंखयं जीविय मा पमायए, जरोवणीयस्स हु णत्थि ताणं । एवं वियाणाहि जणे पमत्ते, किण्णू विहिंसा अजया गर्हिति ॥१॥ શબ્દાર્થ :- નીવિયં = આ જીવન (તૂટી ગયા પછી), અસહય = અસંસ્કૃત છે, જોડી શકાતું નથી, મા પમાયણ્ = પ્રમાદ ન કરો, ગોવળીયલ્સ = વૃદ્ધાવસ્થા પામેલી વ્યક્તિની, તાળ = રક્ષા કરનારો, હૈં = ચોક્કસ જ, સ્થિ = કોઈ નથી, વં = આ રીતે, વિયાળાદિ = સમજો, જાણો, વિહિંસા – હિંસા કરનાર, બળવા = પાપસ્થાનથી નિવૃત્ત નહીં થનાર, પમત્તે પ્રમાદી, નળે - વ્યક્તિ, જિમ્મૂ = ધર્મ વગર કોના, નહિંતિ = શરણે જશે.
E/IZ
ભાવાર્થ :- જીવન અસંસ્કૃત છે અર્થાત્ આયુષ્ય તૂટયા પછી સંધાય તેવું નથી માટે પ્રમાદ ન કરવો. વૃદ્ધાવસ્થા આવ્યા પછી કોઈ શરણભૂત થતા નથી માટેવિચાર કરો કે પ્રમાદી, હિંસક, અવિરત અને વિવેકશૂન્ય જીવો મૃત્યુ સમયે કોના શરણે જશે ? અર્થાત્ દુર્ગતિથી બચવા માટે તે જીવોને માટે કોઈ શરણભૂત થતું નથી. વિવેચન :
તૂટી ગયેલા જીવનને સાંધવા માટે સેંકડો ઈન્દ્રો પણ સમર્થ નથી. જીવનની મુખ્ય પાંચ અવસ્થા છે. (૧) જન્મ (૨) બાલ્યાવસ્થા (૩) યુવાવસ્થા (૪) વૃદ્ધાવસ્થા અને (૫) મૃત્યુ અવસ્થા. કોઈ પ્રાણી જન્મ લેતાં જ મૃત્યુ પામે છે. કોઈ બાલ્યાવસ્થામાં પણ કાળના મુખમાં પ્રવેશી જાય છે, યુવાવસ્થાનો કોઈ ભરોસો નથી. રોગ, શોક, ચિંતા આદિ યૌવનમાં જ મનુષ્યને મૃત્યુના મુખ તરફ લઈ જાય છે. વૃદ્ધાવસ્થા તો મૃત્યુનું દ્વાર છે. આયુષ્યનો ક્ષય થવા પર મૃત્યુ અવશ્યભાવી છે. જીવન ક્ષણભંગુર છે, તૂટવાવાળું છે, કોઈથી જોડાય તેવું નથી.
મંગલ જાતુળોળ, વિધામંત્રસ્તથી ધૈ:।
न शक्ता मरणात् त्रातुं, सेन्द्रा देवगणा अपि ।।
જીવન અસંસ્કૃત હોવાથી મનુષ્યે કોઈ પણ અવસ્થામાં પ્રમાદ ન કરવો જોઇએ. જે ધર્માચરણ સ્વીકારવામાં કે સ્વીકારેલા વ્રત–નિયમનું પાલન કરવામાં પ્રમાદ કરે છે તેને કોઈ પણ અવસ્થામાં કોઈ પણ શરણભૂત થતું નથી. વૃદ્ધાવસ્થામાં ધર્મ વિના કોઈ શરણરૂપ થતું નથી. કહ્યું છે કે