Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૧:વિનયક્ષત
છે.
છે. (૧) મન, વચન અને કાયાથી આચાર્યની સામે પ્રતિકૂળ આચરણ કરવું (૨) તેમની બાજુમાં અડોઅડ બેસવું (૩) ગુરુની આગળ, પાછળ અડીને કે પીઠ કે વાંસો દઈને બેસવું (૪) સાથળની સાથે સાથળ અડે અથવા ગોઠણની સાથે ગોઠણ અડે તેમ બેસવું (૫) શય્યા પર બેઠાં બેઠાં જ તેમનો આદેશ સ્વીકારવો (૬) ગુરુજનોની પાસે પગ ઉપર પગ ચડાવીને બેસવું (૭) બંને હાથ શરીરને બાંધીને બેસવું (૮) પગ લાંબા કરીને બેસવું (૯) ગુરુ બોલાવે ત્યારે મૌન રહેવું (૧૦) એકવાર કે અનેકવાર બોલાવવા છતાં પણ મૌનભાવે બેસી જ રહેવું (૧૧) આસન છોડી તેના આદેશનો સ્વીકાર ન કરવો (૧૨) આસન પર બેઠાં બેઠાં જ કોઈવાત ગુરુને પૂછવી અને પ્રશ્ન પૂછવાના સમયે ગુરુની નજીક ન આવવું, ઉક્કડું આસને ન બેસવું તથા હાથ ન જોડવા. આ અને આવાં અનેક કારણોથી ગુરુજનોની આશાતના થવાનો સંભવ છે. અનાશાતના વિનયના કાંક્ષી શિષ્ય માટે સૂત્રોકત આ પ્રવૃત્તિનો ત્યાગ અનિવાર્ય છે. વાય અલ્વ મુખ :- (૧) ગુરુ પ્રતિ શિષ્ય એવું કહેવું કે "તમે શું જાણો છો? તમને કંઈ આવડતું તો નથી." આ વાણીનો પ્રતિકૂળ વ્યવહાર છે. (૨) ગુરુને અથવા તેમના આસનને પગ અડાડવા, ઠોકર મારવી, તેમનાં ઉપકરણો ફેંકી દેવાં અથવા તેને પગ અડાડવો વગેરે કાર્યથી પ્રતિકુળ વ્યવહાર છે. શિષ્યા - કૃતિકર્મ અર્થાત્ વંદનાદિને યોગ્ય વંદનીય, પૂજનીય, ગુરુ કે આચાર્ય. પસ્થિય – પલાંઠી વાળીને પગને વસ્ત્ર વડે ઢાંકીને બેસવું અથવા પગ પર પગ ચઢાવીને બેસવું. પ પ૬ – ઉભડક બેઠકમાં બંને હાથ ગોઠણ અને જાંઘોને વર્તુળાકારે વિંટાળવા તેને પક્ષપિંડ કહે છે. ૩વવિદ્ – બે અર્થ છે – (૧) પોતાના ગુરુની સમક્ષ જઈને બેસવું અથવા ઊભા રહેવું. (૨) 'ન્થળ વામિ' મસ્તક નમાવીને વંદન કરું છું. આ રીતે વિનયપૂર્વકના શબ્દનો વ્યવહાર કરીને ગુરુની સમક્ષ જવું.
ડિલ્સને – જ્યાં ગુરુ બિરાજમાન હોય, ત્યાં જઈને તેમની ઉપદિષ્ટ વાણીને, પ્રેરણાને સાવધાનીથી ડિસુ સાંભળીને તેનો સ્વીકાર કરવો. કંગાલી હો - પંગતીકારે – (૧) પ્રકર્ષભાવોથી– બંને હાથ જોડીને (૨) ઉત્કૃષ્ટભાવે અંતઃકરણથી પ્રીતિપૂર્વક અહોભાવપૂર્વક અંજલિ કરવી. વિનીત શિષ્ય પ્રત્યે ગુરુનું કર્તવ્ય - २७ एवं विणय-जुत्तस्स, सुयं अत्थं च तदुभयं ।
पुच्छमाणस्स सीसस्स, वागरिज्ज जहासुयं ॥२३॥ શબ્દાર્થ – પર્વ-આ રીતે, વિનયનુત્ત = વિનયયુકત, રીસસ - શિષ્યના, પુચ્છમાણસ = પૂછવાથી, સુર્ય = સૂત્ર, અત્યં = અર્થ, ત૬મય = સૂત્ર અને અર્થ બંનેને, મહાસુયં જેવું ગુરુમહારાજ પાસેથી સાંભળેલું હોય તે પ્રકારે, વારિખ - કહે. ભાવાર્થ :- વિનીત શિષ્ય આ પ્રકારે વિનયપૂર્વક ગુરુને કાંઈ પણ પૂછે, ત્યારે ગુરુ તેને સૂત્ર, અર્થ અને