Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૬૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વાળ - કલ્યાણકારી, ધનં - ધર્મના સ્વરૂપને, પાવન - અકલ્યાણકારી, પાપના સ્વરૂપને પણ, ગામના પાનિ જાણી શકયો નથી (તે પછી), મિ. મારું, મેહુણાગો- મૈથુન વગેરે, વિરોનિવૃત્ત થવું અને બ્રહ્મચર્ય પાળવું, સુસવુડોક સમ્યક પ્રકારે આશ્રયોનો વિરોધ કરવો,f૨૬ = વગેરે બધું વ્યર્થ જ છે. ભાવાર્થ :- હું મૈથુન વગેરે સાંસારિક સુખોથી વ્યર્થ જ વિરકત થયો. ઇન્દ્રિય અને મનના વિષયોનો નિરર્થક ત્યાગ કર્યો, કારણ કે ધર્મ કલ્યાણકારી છે કે પાપકારી (અશુભ ફળ આપનાર) છે? એ હું પ્રત્યક્ષ તો કંઈ જોઈ શકયો નથી અને જાણી શકયો નથી, મુનિ એવું વિચારે નહિ. - તવોવાળીય, કિમં પડવગો
एवं पि विहरओ मे, छउम ण णियट्टइ ॥४३॥ શબ્દાર્થ :- તવોહા- ઉપધાન તપ, વિવિધ પ્રકારનાં તપ અનુષ્ઠાન, આવાય- સ્વીકાર કરીને, હિમ - સાધુની પ્રતિમાનો, વિન્ન = સ્વીકાર કરતાં, પૂર્વ વિ - આ રીતે ઉત્કૃષ્ટ આચારથી, વિદરો- વિચરણ કરતાં પણ, ને- મારું, છ- છદ્મસ્થપણું, અલ્પજ્ઞપણું, વીતરાગ રહિત અવસ્થા, પિચ = દૂર થતું નથી. ભાવાર્થ :- હું તપશ્ચર્યા –આયંબિલ આદિ ઉપધાન કરું છું. સાધુની પ્રતિમાઓનું પણ પાલન કરું છું. આ રીતે વિશિષ્ટ સાધના પથ પર વિચરવા છતાં મારી છદ્માવસ્થા દૂર થઈ નથી અર્થાત્ મને વિશિષ્ટ પ્રત્યક્ષ જ્ઞાન થયું નથી. વિવેચન :
અહીં અજ્ઞાનનો અર્થ સમસ્ત જ્ઞાનનો અભાવ નથી, પરંતુ વિશિષ્ટ અવધિ, મન:પર્યવ અને કેવળ જ્ઞાનનો અભાવ છે. તેના કારણે સાધકના ચિત્તમાં અવૈર્ય ઉત્પન્ન થાય કે હું અબ્રહ્મચર્યથી વિરકત થયો, મેં દુષ્કર તપ કર્યો અને ધર્માદિનું આચરણ કર્યું, હું નિરંતર અપ્રમત્ત રહું છું, તિરસ્કારયુકત વચનોને સહન કરું છું, તો પણ મારી છદ્મસ્થ અવસ્થા દૂર ન થઈ, જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય ન થયો, મને અતિશયજ્ઞાન પ્રાપ્ત ન થયું, આ પ્રકારનો વિચાર કરવો, તે પરીષહથી હાર સ્વીકારવા સમાન છે. આ પ્રકારનો વિચાર ન કરવો અને ધૈર્યથી સાધનામાં આગળ વધતાં પ્રસન્ન અને સંતુષ્ટ રહેવું, આશાવાદી રહેવું, તે અજ્ઞાન પરીષહ વિજય છે. ૩વહાઇ (ઉપધાન) :- આગમોનું વિધિવત્ અધ્યયન કરતી વખતે પરંપરાગત વિધિ અનુસાર પ્રત્યેક આગમનાં નિશ્ચિત આયંબિલ આદિ તપ કરવાનાં હોય છે, તેને ઉપધાન કહે છે. (રર) દર્શન પરીષહ :४४ णत्थि Yणं परे लोए, इड्डी वावि तवस्सिणो ।
अदुवा वंचिओ मि त्ति, इइ भिक्खू ण चिंतए ॥४४॥