Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૬૪ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
વિનીતતા, અનુકંપા અને અમત્સરતા અર્થાત્ પરગુણસહિષ્ણુતા, આ ચાર કારણો દ્વારા મનુષ્યઆયુનો બંધ થવાથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. આ જ કારણે મનુષ્યભવની દુર્લભતાનાં દશ દષ્ટાંત નિર્યુક્તિમાં દર્શાવવામાં આવ્યા છે. નિર્યુક્તિકારે મનુષ્ય જન્મ પ્રાપ્તિની સાથે જીવનની પૂર્ણ સફળતા માટે બીજી પણ દશ દુર્લભ બાબતો કહેલી છે,
माणुस्सखित्त जाई कुलरूवारोग्ग आउयं बुद्धी ।
સવપુજાદ લઇ, નમો ય નોમિ દુહાછું Il ઉત્તરાધ્યયન નિર્યુક્તિ જેમ કે (૧) ઉત્તમક્ષેત્ર (૨) ઉત્તમ જાતિ કુળ (૩) સર્વાગ પરિપૂર્ણતા (૪) નીરોગિતા (૫) પૂર્ણાયુષ્ય () બુદ્ધિમત્તા (૭) ધર્મશ્રવણ (૮) ધર્મ સ્વીકાર (ધર્મની સમજ) (૯) શ્રદ્ધા અને (૧૦) સંયમ.
મનુષ્ય દેહની પ્રાપ્તિ થવા છતાં પણ શાસ્ત્રકારોએ મનુષ્યત્વની પ્રાપ્તિને સૌથી મહત્ત્વપૂર્ણ અને દુર્લભ કહી છે. મનુષ્ય દેહ પૂર્વકર્મના ફળથી મળે છે અને મનુષ્યન્ત આત્મશુદ્ધિથી મળે છે. આમ અહીં મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી પણ મનુષ્યત્વ પ્રાપ્ત કરવું, એ અત્યંત દુર્લભ છે.
મનુષ્યત્વની સાથે બીજું દુર્લભ અંગ છે, ધર્મશ્રવણ, ધર્મશ્રવણની રુચિ પ્રત્યેક મનુષ્યમાં હોતી નથી. જે મહાઆરંભી અને મહાપરિગ્રહી હોય છે, તેને સદ્ધર્મશ્રવણની રુચિ થતી જ નથી. પ્રાયઃ લોકો દુર્લભતમ મનુષ્યત્વને મેળવીને પણ ધર્મશ્રવણનો લાભ લઈ શકતા નથી. નિર્યુક્તિકારે કહ્યું છે.
आलस मोहऽवन्ना, थंभा कोहा पमाय किविणता । મથકો અનાજ, વષ્ણવ દત્તા રમા II ૨૬૨ ઉત્તરાધ્યયન નિર્યુક્તિ
(૧) આળસ (૨) મોહ, પરિવારમોહ કે શરીરમોહને કારણે વિલાસિતામાં વ્યસ્ત રહેવું (૩) અવજ્ઞા કે અવર્ણ—ધર્મશાસ્ત્ર કે ધર્મોપદેશક પ્રતિ અવજ્ઞા કે ગહનો ભાવ (૪) સ્તંભ- જાતિ, કુળ, રૂપ, તપ, શ્રુત, લાભ, ઐશ્વર્ય, આદિનો મદ અહંકાર (૫) ક્રોધ–અપ્રીતિ (6) પ્રમાદ– નિદ્રા, વિકથા આદિ (૭) કપણતા-દ્રવ્યવ્યયની આશંકા (૮) ભય (૯) શોક-ઈષ્ટવિયોગ, અનિષ્ટ સંયોગજનિત ચિંતા (૧૦)અજ્ઞાન- મિથ્યાધારણા (૧૧) વ્યાક્ષેપ- વ્યાકુળતા (૧૨) કુતૂહલ-ચિત્તની ચંચળતા, નાટક આદિ જોવાની વ્યાકુળતા (૧૩) રમણ-ક્રીડા પરાયણતા. ઉપરોક્ત કારણો તેને ધર્મશ્રવણની રુચિ પ્રગટ થવામાં બાધક બને છે.
સદ્ધર્મશ્રવણથી જ વ્યક્તિ હય, શેય, ઉપાદેય, શ્રેય, અશ્રેય, હિતાહિત, કાર્યાકાર્યનો વિવેક કરી શકે છે. મનુષ્યત્વ પ્રાપ્ત કર્યા પછી સદ્ધર્મશ્રવણ પરમ દુર્લભ છે.
શ્રવણ પછીનું ત્રીજું દુર્લભ અંગ છે શ્રદ્ધા- યથાર્થ દષ્ટિ, ધર્મનિષ્ઠા, તત્ત્વો પ્રતિ રુચિ અને પ્રતીતિ. જેની દષ્ટિ મિથ્યા છે, તે સદ્ધર્મ, સન્શાસ્ત્ર તેમજ સત્યતત્ત્વને જાણવા છતાં તેમાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રાખતો નથી કદાચિત્ સમ્યગુદષ્ટિને કારણે શ્રદ્ધા થઈ જાય તો પણ તેની ઋજુ પ્રકૃતિને કારણે સદ્ગુરુ અને સત્સંગના અભાવમાં અથવા કુદષ્ટિ અને અજ્ઞાનીઓના સંગથી શ્રદ્ધાનો ઝુકાવ કુધર્મ તરફ થઈ શકે છે. ઘણીવાર વિપરીત ચિંતન તેમજ આગ્રહ વૃદ્ધિથી પણ નિર્મળ શ્રદ્ધા રહેવી મુશ્કેલ થઈ જવાને કારણે નિહ્નવ