Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૩ઃ ચતુરંગીય
ભ્રષ્ટ થયેલા જીવને ફરીથી મનુષ્યજન્મની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે.
:
विस्संभिया पया (विश्वकभृतः प्रजाः ) સમસ્ત જગતને સ્પર્શે છે. કહેવામાં આવ્યું છે કે—
- જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈને પ્રાણીઓ
णत्थि किर सो पएसो, लोए वालग्गकोडिमेत्तो वि । जम्मणमरणाबाहा, जत्थ जिएहिं ण संपत्ता ।।
૭૧
લોકમાં વાળાના અગ્રભાગ જેટલો પણ કોઈ પ્રદેશ નથી કે જ્યાં જીવોએ જન્મ મરણ કરી સ્પર્શ ન કર્યો હોય.
વૃત્તિો, ચંડાલ, પુષો :– ત્રણ શબ્દ સંગ્રાહક છે ઃ- (૧) ક્ષત્રિય શબ્દ વૈશ્ય, બ્રાહ્મણ આદિ ઉત્તમ જાતિઓનો વાચક છે. (૨) ચાંડાલ શબ્દ નિષાદ (ભીલ કે માછીમાર જેવી જાતિ), શ્વપાક (ચાંડાલ) વગેરે નીચ જાતિઓનો બોધ કરાવે છે. (૩) બુક્કસ શબ્દ દ્વારા સૂત, વૈદેહ— વૈશ્ય પુરુષ અને બ્રાહ્મણ સ્ત્રીનો પુત્ર, આયોગવ– શૂદ્ર પુરુષ અને વૈશ્ય સ્ત્રીનો પુત્ર આદિ વર્ણસંકર જાતિઓનું ગ્રહણ થાય છે. आवट्ठजोणी :– આવર્તનો અર્થ છે પરિવર્ત્ત. આવર્ત્તપ્રધાન યોનિઓનું પ્રમાણ ચોર્યાશી લાખ છે. આ યોનિચક્ર જીવોના ઉત્પત્તિ સ્થાન છે.
८
વામ્મવિવિસા :- કર્મોથી પાપી અર્થાત્ અધમ અથવા જેનાં કર્મ અશુભ કે મલિન હોય તે.
સટ્ટેસુ વ વત્તિયાઃ– જેવી રીતે ક્ષત્રિયો એટલે રાજા વગેરે લોકો માનવીય કામભોગમાં આસક્ત રહે છે, તેવી રીતે ભવાભિનંદી જીવ વારંવાર જન્મમરણ કરવા છતાં સંસારમાં જ તલ્લીન રહે છે.
ધર્મશ્રવણ :
माणुस्सं विग्गहं लधुं, सुई धम्मस्स दुल्लहा । जं सोच्चा पडिवज्जंति, तवं खंतिमहिंसयं ॥८॥
શબ્દાર્થ ઃમાથુસ્સું = મનુષ્યનું, વિĪT = શરીર, ડ્થ = પ્રાપ્ત કરીને, ધમ્મ = ધર્મનું, સુર્ફ = શ્રવણ કરવું, ડુĪTT – દુર્લભ છે, ખં - જેને, સોવ્વા = સાંભળીને (જીવ), તત્ત્વ – તપ, પતિ = ક્ષમા અને, અહિંસય = અહિંસારૂપ સંયમ, ડિવાતિ = અંગીકાર કરે છે, ધારણ કરે છે.
ભાવાર્થ : – મનુષ્ય શરીરને પ્રાપ્ત કરવા છતાં પણ સત્યધર્મનું શ્રવણ દુર્લભ છે. જે ધર્મના શ્રવણથી જીવ તપ, ક્ષમા, સહિષ્ણુતા અને અહિંસાનો સ્વીકાર કરે છે.
વિવેચન :
ધર્મશ્રવણનું મહત્ત્વ :– ધર્મશ્રવણ મિથ્યાત્ત્વ તિમિરનું વિનાશક, શ્રદ્ધારૂપી જ્યોતિનું પ્રકાશક, તત્ત્વ અતત્ત્વનું વિવેચક (ભેદ બતાવનાર), કલ્યાણ અને પાપનું ભેદદર્શક છે. ધર્મશ્રવણ અમૃતપાન સમાન,