Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૭૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
એકાંત હિતકાર અને હૃદયને આનંદિત કરનાર છે. આવું શ્રુતચારિત્રરૂપી ધર્મનું શ્રવણ મનુષ્યને પ્રબલ પુણ્યોદયે મળે છે. ધર્મશ્રવણથી જ વ્યક્તિ તપ, ક્ષમા અને અહિંસા આદિ ધર્મને સ્વીકારે છે. તવં વંતિ મહિલચં :- (૧) તપ-અનશન આદિ ૧૨ પ્રકારનાં તપ, સંયમ અને ઈન્દ્રિય નિગ્રહ (૨) ક્ષાન્તિ-ક્રોધવિજયરૂપી ક્ષમા, કષ્ટસહિષ્ણુતા તથા ઉપલક્ષણથી માન આદિ કષાયનોવિજય (૩) અહિંસાભાવ-અહિંસકભાવ અને ઉપલક્ષણથી મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહથી વિરમણ વ્રત.
ધર્મશ્રદ્ધા :
आहच्च सवणं लधु, सद्धा परमदुल्लहा ।
सोच्चा णेयाउयं मग्गं, बहवे परिभस्सइ ॥९॥ શબ્દાર્થ :- મહત્ત્વ -કદાચિત, સવM - ધર્મનું શ્રવણ, નવું = પ્રાપ્ત કર્યા પછી, સર્દી- તેની શ્રદ્ધા કે રુચિ થવી, પરમ-કુલ્લાહ - અત્યંત દુર્લભ છે, યારેયં - ન્યાય સંગત, મ - સમ્ય દર્શનાદિરૂપ મોક્ષમાર્ગને, સોવી = સાંભળીને, વદવે - ઘણા જ મનુષ્ય, પરિમલ = તેનાથી ભ્રષ્ટ થઈ જાય છે. ભાવાર્થ :- કદાચ ધર્મનું શ્રવણ પણ પ્રાપ્ત થઈ જાય, તેમ છતાં તેમાં શ્રદ્ધા ઉત્પન થવી, એ પરમ દુર્લભ છે કારણ કે ઘણા ન્યાયમાર્ગને અર્થાતુ સમ્યગુ દર્શનાદિ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગને સાંભળીને પણ તેનાથી ચલિત થઇ જાય છે.
વિવેચન :
ધર્મશ્રદ્ધાનું મહત્વ - સંસાર સાગર પાર કરવા માટે ધર્મ શ્રદ્ધા નૌકા સમાન છે. મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરવા માટે ધર્મ સૂર્ય સમાન છે. સ્વર્ગ અને મોક્ષના સુખને આપનારચિંતામણિરત્ન સમાન છે. ક્ષપકશ્રેણી ઉપર આરુઢ થવા માટેની નિસરણી છે અને કેવળજ્ઞાન તથા કેવળદર્શનની જનની છે.
યાડયું – (૧) ન્યાયોપપન, ન્યાયસંગત (૨) દુઃખના આત્યંતિક ક્ષય તરફ અથવા સંસાર સાગરથી પાર લઈ જનાર.
હવે પરિબ૬ :- ઘણા મનુષ્યો મોક્ષમાર્ગથી પરિભ્રષ્ટ થઈ જાય છે, સમ્યક શ્રદ્ધાથી વિચલિત થઈ જાય છે, જેમ કે જમાલિ આદિ.
ઉત્તરાધ્યયન નિર્યુક્તિ આદિમાં શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા સાત નિહ્નવોનાં દાંત પ્રસ્તુત કર્યા છે. તે સાત નિહાવો નીચે મુજબ છે :
बहुरयपएस अव्वत्तसमुच्छ दुग-तिग-अबद्धिका चेव । एएसिं णिग्गमणं वुच्छामि अहाणुपुव्वीए ।।१६४।।