Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૨:પરીષહ
[ ૬૧ ]
४५
શબ્દાર્થ :- પૂ ખરેખર, પરે તો - પરલોક – જન્માંતર, વાવ - અથવા, તસ્લિો - તપસ્વીઓની, રૂઠ્ઠા = ઋદ્ધિ, ત્નિ = નથી, છે જ નહીં, આદુવા = એટલા માટે (સાધુપણું સ્વીકારી), વરિઓ મિત્તિ હું છેતરાઈ ગયો છું, આ રીતે,fમપૂસાધુ, " ચિંતા-વિચાર કરે નહીં. ભાવાર્થ :- "પરલોક ચોક્કસ નથી, તપસ્વીની ઋદ્ધિ પણ નથી, તેથી હું તો ધર્મના નામે છેતરાઈ ગયો છું." ભિક્ષુ એવું ચિંતન કરે નહીં.
अभू जिणा अस्थि जिणा, अदुवा वि भविस्सइ ।
मुसं ते एवमाहंसु, इइ भिक्खू ण चिंतए ॥४५॥ શબ્દાર્થ :- ન - જિનેશ્વર દેવ, ભૂ-ભૂતકાળમાં થયા છે, જિ-વર્તમાનકાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં જિનેશ્વર, સ્થિર છે, મહુવા વિ- અથવા, વિલ્સ - ભવિષ્યમાં થશે, પર્વ - આ રીતે, તે - તે (ધર્મી લોકો), મુલું હિંસુ અસત્ય જ કહ્યું છે, એમ,fમનહૂસાધુ, વિતા વિચાર ન કરે નહીં. ભાવાર્થ - પૂર્વકાળમાં તીર્થકરો થયા હતા, વર્તમાનમાં તીર્થકર છે અને ભવિષ્યમાં તીર્થકરો થશે, એવું જે કહે છે, તે ખોટું જ કહે છે, ભિક્ષુ એવું ચિંતન કરે નહીં. વિવેચન :
અહીં દર્શન એટલે સમ્યગુદર્શન છે. તત્ સંબંધી પરીષહ, એ દર્શન પરીષહ છે. એકાંત ક્રિયાવાદી વગેરે ૩૬૩ વાદીઓના વિચિત્ર મતને જાણીને સમ્યગુદર્શનને નિર્મળ રાખવું, એ દર્શન પરીષહ વિજય છે. અથવા દર્શન વ્યામોહ ન થવો, તે દર્શન પરીષહ વિજય છે. જિનેશ્વર અથવા જિનેશ્વર કથિત જીવ, અજીવ, ધર્મ, અધર્મ, પરભવ આદિ પરોક્ષ હોવાથી તેને લગતા અશ્રદ્ધાના ભાવો કે વિચારો કરવા નહીં અને થઈ જાય તો તેને ટકાવવા નહીં, એ દર્શન પરીષહ જય છે. રૂઠ્ઠી વાવિ તળિો – તપશ્ચર્યા આદિથી તપસ્વીઓને પ્રાપ્ત થતી અનેક પ્રકારની લબ્ધિઓને ઋદ્ધિ કહે છે. ઔપપાતિક સૂત્રમાં આવી તપોજનિત અનેક ઋદ્ધિઓનો ઉલ્લેખ છે અને બ્રહવૃત્તિમાં ચરણરજથી સર્વરોગ શાંતિ, તૃણાગ્રથી સર્વકામ પ્રદાન, પ્રસ્વેદથી રત્નમિશ્રિત સુવર્ણવૃષ્ટિ, હજારો મહાશિલાઓને પાડવાની શક્તિ આદિ ઋદ્ધિઓનો ઉલ્લેખ છે.
દર્શન પરીષહના વિષયમાં આષાઢાચાર્યની અશ્રદ્ધા અને તેને નિવારણ કરવા માટે સ્વર્ગથી આવેલા શિષ્યનું ઉદાહરણ અહીં જાણી લેવું જોઈએ. પરીષહોનો ઉપસંહાર :४६ एए परीसहा सव्वे, कासवेण पवेइया ।
जे भिक्खू ण विहण्णेज्जा, पुट्ठो केणइ कण्हुइ ॥४६॥