Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[૫૮]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
સન્માન વગેરેની ઈચ્છા ન કરનારા, અખાપલી - અજ્ઞાત ઘરોમાંથી ભિક્ષા લેનારા, સોનુલોલુપતા રહિત, પાવ-બુદ્ધિમાન સાધુ, હલેસુ-સ્વાદિષ્ટ ભોજનમાં, નાગુ ફાળા-આસક્તિ ન રાખે, સંતોષ રાખે, પુતખે = ક્યારે ય સારા પદાર્થ ન મળે, તો ખેદ ન કરે.
ભાવાર્થ :- પ્રજ્ઞાવાન મુનિ સત્કાર – સન્માન મળે, તો પણ માન કે ક્રોધ વગેરે કષાયોને અને ઈચ્છાઓને ઘટાડે પરંતુ વધારે નહિ, કોઈનું નિમંત્રણ મળે, તો પણ અજ્ઞાત ઘરોમાંથી નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત કરે, રસલોલુપ ન થાય અને કોઈ પણ ઇન્દ્રિય વિષયોનો સંયોગ થાય, તો તેમાં અનાસકત ભાવ રાખે, ગૃદ્ધિભાવ કરે નહીં. વિવેચન :
સત્કારનો અર્થ પૂજા, પ્રશંસા છે અને પુરસ્કારનો અર્થ અભ્યત્થાન, આસનપ્રદાન, અભિવાદન, નમન આદિ છે. સત્કાર – પુરસ્કાર મળતાં વધારે મળવાની ચાહના કરે નહીં. તેનાથી અહં–ભાવની વૃદ્ધિ પણ કરે નહીં. જે સાધક આ બંને દૂષણથી દૂર રહે છે, તે સત્કાર – પુરસ્કાર પરીષહનોવિજેતા કહેવાય છે. સાપુતાઃ - (૧) અનુસાથી - સત્કાર આદિ માટે ઉત્કંઠાથી રહિત. (૨) મનુષાથી
- જેને કષાયની તીવ્રતા ન હોય – અનુત્કટ કષાયી. (૩) પુરુષાથી :- સત્કાર આદિ ન કરનાર ઉપર ક્રોધ ન કરનાર અને સત્કારાદિની પ્રાપ્તિ થાય ત્યારે અહંકાર ન કરનાર અથવા 'અણકષાયી'નો અર્થ છે ક્રોધાદિ અલ્પકષાયવાળો.
છે – અલ્પ ઇચ્છાવાળા અથવા ઇચ્છારહિત. નિઃસ્પૃહ મુનિ, સત્કાર, પૂજા આદિની ઈચ્છા નહિ રાખનાર. કાપલી (અજ્ઞાતૈષી) :- (૧) જે મુનિ જ્ઞાતિ, કુળ, તપ, શાસ્ત્રજ્ઞાન આદિનો પરિચય આપ્યા વિના જ અજ્ઞાતપણે આહારાદિની એષણા કરે છે. (૨) અજ્ઞાત-અપરિચિત કુળોમાં આહારાદિની એષણા કરનાર.
કેટલાક અસત્કાર – પુરસ્કારને પરીષહ ગણે છે. ગાથામાં સત્કાર – પુરસ્કાર મળવાની પ્રમુખતાએ આ પરીષહનો ભાવાર્થ કર્યો છે. ન મળવાનો અર્થ કરીએ તો તે અંતરાય કર્મનું કારણ થશે અને તેનો પ્રતિકૂળ પરીષહમાં સમાવેશ થશે. તે ભગવતી સૂત્રથી અને પરંપરાથી વિપરીત થઈ જશે. જેમ સ્ત્રીનો સંયોગ મળવાથી સ્ત્રી પરીષહ થાય, તેમ સત્કાર – પુરસ્કારનો સંયોગ મળવાથી, સત્કાર – પુરસ્કાર પરીષહ થાય છે કારણ કે બંને અનુકૂળ પરીષહ છે. (૨૦) પ્રજ્ઞા પરીષહ :४० से णूणं मए पुव्वं, कम्माऽणाणफला कडा ।
__ जेणाह णाभिजाणामि, पुट्ठो केणइ कण्हुइ ॥४०॥ શબ્દાર્થ :- પૂM - ચોક્કસ જ, મણ - મેં પુર્ણ- પૂર્વભવમાં, અણબત્તી - અજ્ઞાન ફળવાળાં,
માં - કર્મો, વોડ- કર્યા છે, રોગ - જેનાથી, સગાં-હું, હેપ - કોઈ વ્યક્તિ દ્વારા, g - કોઈ