Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૬]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સુકાઈ જવાથી ફક્ત હાડચામ જ બાકી રહે છે અને શરીરની નસેનસ દેખાવા લાગે, તેવા કૃશ શરીરવાળા. મથક - પર્ણ નિર્દોષ અને શદ્ધ આહાર મળતો હોય અને પોતે ભુખથી અત્યંત પીડિત હોય તો પણ સાધક લોલુપ બની અતિ આહાર કરે નહિ, પરંતુ માત્રાથી અર્થાત્ પ્રમાણોપેત આહાર જ ગ્રહણ કરે. તેમજ આહાર પ્રાપ્તિ માટે દીનભાવ પણ કરે નહિ, પરંતુ ક્ષુધાના પરીષહને સહન કરે.
ધા પરીષહ વિજય માટે દષ્ટાંત :- હસ્તિમિત્ર શેઠ પોતાની પત્નીનું દેહાંત થતાં પોતાના પુત્ર હસ્તિભૂત (દઢવીય) સાથે દીક્ષા લઈને વિચરણ કરવા લાગ્યા. ગ્રામાનુગ્રામ વિચરતાં વિહારમાં માર્ગ ભૂલી જતાં ભોજકટક નામના નગરના રસ્તે જંગલમાં આવી પહોંચ્યા. આ જંગલમાં ચાલતાં ચાલતાં મુનિરાજનાં પગનાં તળિયાં કાંટાથી વીંધાઈ ગયાં, જેથી તે આગળ વિહાર કરી શક્યા નહીં. તેમણે તે સમયે પોતાનું આયુ અલ્પ જાણી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવાના ભાવથી પોતાના શિષ્ય પરિવારને કહ્યું કે તમે અહીંથી અન્યત્ર વિહાર કરો. આ સ્થળે મારી સાથે રહેવાથી તમારે ભૂખનો તીવ્ર પરીષહ સહન કરવો પડશે. ગુરુની વાત સાંભળી અન્ય શિષ્યો વિહાર કરી ગયા, પણ તેમનો પુત્ર- શિષ્ય ગુરુને કહેવા લાગ્યો કે હે ભદંત ! જેમ છાયા વૃક્ષને છોડતી નથી, તેવી રીતે હું પણ આપના ચરણકમલને છોડીને અન્યત્ર જવા તૈયાર નથી. પછી ગુરુમહારાજે ચાર પ્રકારના આહારનો ત્યાગ કર્યો. શિષ્ય ગુરુસેવામાં જ રહ્યાં. તે જંગલમાં અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ ફળો હોવા છતાં શિષ્ય તેને તોડવાનો સ્વપ્નમાં પણ વિચાર ન કર્યો. નીચે પડેલાં ફળ પણ સચિત્ત અને અદત્ત હોવાથી લીધાં નહીં. આ પ્રકારે અડગ આત્મપરિણામોથી તેમણે ક્ષુધા પરીષહને સમભાવથી સહન કર્યો.
પોતાના પગમાં લાગેલા કાંટાની તીવ્ર વેદનાને સમતાભાવે સહન કરતાં, ગુરુમહારાજ આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ દેવલોકમાં વૈમાનિક દેવ બન્યા. તેમણે દેવ પર્યાયમાં પોતાના પૂર્વભવને અવધિજ્ઞાનથી જાણીને પોતાના શિષ્યની પ્રાણરક્ષા નિમિત્તે દિવ્ય શક્તિથી તેની સમીપના પ્રદેશમાં એક વસતીનું નિર્માણ કર્યું અને પોતે મનુષ્યરૂપે પ્રગટ થઈને કહેવા લાગ્યા કે અહીંથી નજીક જ એક વસતી દેખાય છે. ત્યાંથી તમે આહાર પાણી લઈ આવો. દેવની આ પ્રકારની વાતને સાંભળીને શિષ્ય વિચાર કર્યો કે આ કોઈ દેવ મારી છલના કરે છે. પહેલાં હું ઘણીવાર ગયો છું, છતાં મને કોઈ વસતી દેખાઈ નથી, માટે ત્યાં જવું કે ત્યાંથી આહાર પાણી લાવવાં, ઉચિત નથી. શિષ્યની આ પ્રકારની દઢ ધારણા જોઈને દેવ પ્રસન્ન થયા અને તેમણે પ્રગટ થઈ શિષ્યની ખૂબ પ્રશંસા કરી. શિષ્ય દુઃસહ્ય ભૂખનો પરિષહ સહન કરી, ક્ષપક શ્રેણી પર આરૂઢ બની પ્રશસ્તધ્યાન અને શુદ્ધ અધ્યવસાયથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ મેળવ્યો. આ રીતે પ્રત્યેક મુનિનું કર્તવ્ય છે કે તે અડગ આત્મબળથી દઢવીર્ય મુનિની માફક ક્ષુધા પરીષહને સહન કરે.
(૨) પિપાસા પરીષહ :४ तओ पुट्ठो पिवासाए, दोगुंछी लज्ज-संजए ।
सीओदगं ण सेविज्जा, वियडस्सेसणं चरे ॥४॥ શબ્દાર્થ – તો ત્યાર પછી, રોપુછી-અનાચાર સેવનથી ધૃણા કરનાર, દૂર રહેનાર, વાર્તાન