Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
|
૫ ૨ |
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સ્થળે, નિઝા = મારે, જીવનથી રહિત કરે, મારપીટ કરે તો, નવ = જીવનો, વાસુત્તિ = કયારે ય નાશ, Oિ - થતો નથી ,પર્વ - આ રીતે, સંપ - સાધુ, પેજ - વિચારે, ચિંતન કરે. ભાવાર્થ :- સંયમી અને ઇન્દ્રિય વિજયી શ્રમણને જો કોઈ કયારેય મારેપીટે, પ્રહાર કરે અથવા પ્રાણોથી રહિત કરે, તો તે એ વિચારે કે, "આત્માનો નાશ તો થતો જ નથી, હું તો અમર છું, દેહનો જ વિનાશ થાય છે."
વિવેચન :
કોઈ દુષ્ટ તીક્ષ્ણ શસ્ત્ર, તલવાર, સાંબેલું, મુગર, લાકડી આદિ શસ્ત્રોથી સાધકને મારે, તો પણ મારનાર ઉપર લેશમાત્ર ક્રોધ ન કરે અને આત્મસ્વરૂપનો વિચાર કરે. આજે મને નિમિત્ત બનાવીને તે બાલજીવ કર્મોનો બંધ કરે છે. તેમાં મારાં જ પૂર્વોપાર્જિત કર્મ કારણરુપ છે. તેના પ્રત્યે ક્રોધ કરવો, તે યોગ્ય નથી. જો કોઈ દુષ્ટ વ્યક્તિ સાધુને ગાળ દે, તો તે વિચારે કે મને માત્ર ગાળ જ દે છે, મારતો તો નથી. જ્યારે તેને મારે, ત્યારે તે વિચારે કે મારા શરીરને જ મારે છે પરંતુ મારા આત્માને કે સંયમને તો હણી શક્તો નથી. આ શરીર પાણીના પરપોટા સમાન નાશવંત છે. આ મારા સંયમી જીવનને હું શુભ પરિણામોથી સુરક્ષિત રાખું, આ રીતે વિચારી સમભાવમાં કે જ્ઞાતાદા ભાવમાં ટકી રહે. સાધુને કુહાડાથી કાપવામાં આવે અથવા ચંદનનો લેપ કરવામાં આવે, આ બંને સ્થિતિમાં સમભાવપૂર્વક રહેનાર સાધક વધ પરીષહ ઉપર વિજય મેળવે છે.
વધ એટલે લાકડી, ચાબુક અને નેતર આદિથી પ્રાણીઓને મારવા – પીટવા અથવા આયુ, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ આદિ પ્રાણોનો વિયોગ કરાવવો. fમgધન - સાધુધર્મ. આ શબ્દ પ્રયોગથી ક્ષમા, માર્દવ, આર્જવ, આદિ દશવિધ શ્રમણધર્મનું કથન
સનખ :- (૧) શ્રમણ-સાધના માટે આધ્યાત્મિક શ્રમ અને તપ કરે, તે શ્રમણ. (૨) સમન-સમ મનવાળો. જેનું મન રાગ - દ્વેષ વગેરે પ્રસંગોમાં સમ હોય છે, એટલે જે સમત્વમાં સ્થિર છે, તે સમન છે. (૩) શમન કરનાર– જેણે કષાયો તેમજ અયોગ્ય વૃત્તિઓનું શમન કરી લીધું છે, જે ઉપશમ, ક્ષમાભાવ અને શાંતિનો આરાધક છે, તે શમન.
(૧૪) યાચના પરીષહ :२८ दुक्करं खलु भो णिच्चं, अणगारस्स भिक्खुणो।
सव्वं से जाइयं होइ, णत्थि किंचि अजाइयं ॥२८॥ શબ્દાર્થ - મો = હે શિષ્ય!, સરલ્સ - ઘરબારના ત્યાગી, બિgો - ભિક્ષાથી નિર્વાહ કરનાર સાધુનું જીવન, રહg = ચોક્કસ,કુરં બહુ જ કઠણ છે, તે તેને, સવ્ય બધા જ આહાર,