Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧:વિનયક્ષત .
શબ્દાર્થ :- ન -જેમ, સુખ-કૂતરી, પૂવૅ - સડેલા કાનવાળી, સવ્વલો - સર્વસ્થાનેથી, બધી જગ્યાએથી,fકોલિઝ - કાઢી મૂકવામાં આવે છે, પણ આ રીતે, કુસીત - અવગુણોનો ભંડાર, અસદ્, આચરણવાળો શિષ્ય, કુદરી = વાચાળ, નિરર્થક બોલનાર, વધારે બોલનાર. ભાવાર્થ :- જેમ સડેલા કાનવાળી કૂતરીને તિરસ્કારપૂર્વક બધી જગ્યાએથી કાઢવામાં આવે છે, તેમ ગુરુ પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરનાર એવા દુ:શીલ અને વાચાળ શિષ્યને પણ બધી જગ્યાએથી અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવે છે. ५ कण-कुंडगं चइत्ताणं, विट्ठ भुंजइ सूयरो ।
एवं सीलं चइत्ताणं, दुस्सीले रमइ मिए ॥५॥ શબ્દાર્થ :- સુય - સૂકર, ભૂંડ, સૂવર, પશુડાં - ચોખાનું પાત્ર, ચોખા અને ઘઉંનો ઓદન અથવા કંઈ પણ ખાવાનો પદાર્થ, વફા - છોડીને, વિટ્ટ - વિષ્ઠા-અશુચિને, મુંબડું - ખાય છે, પર્વ એ રીતે, મિ-મૃગ-હરણ સમાન, અજ્ઞાની, અવિનીત, બાલાજીવ, સીત્ત સંયમના આચરણને, સદાચરણને, વત્તામાં - છોડી, કુસ્તીને - ખરાબ આચરણમાં, અસંયમમાં, રસ - રમણ કરે છે. ભાવાર્થ :- જેવી રીતે સૂવર ચોખા અને ઘઉંના દાણા છોડી વિષ્ઠાને ખાય છે, તેવી રીતે પશુબુદ્ધિવાળો અજ્ઞાની શિષ્ય શીલ સદાચારને છોડીને દુઃશીલ- દુરાચારમાં મગ્ન રહે છે.
વિવેચન :
યુસીત:-જેનો સ્વભાવ કે આચાર દોષોથી દૂષિત હોય, તે દુઃશીલ કહેવાય છે. અયોગ્ય અને નિંદિત આચારવાળાને દુઃશીલ કહે છે. મુદરા :- આ શબ્દના ત્રણ રૂપ છે- મુખરી, મુખારિ અને મુધારિ. મુખરી એટલે વાચાળ, વધુ પડતું બોલવાની કે બડબડાટ કરવાની આદતવાળો. મુખારિ એટલે જેની વાણી બીજાને શત્રુ બનાવવામાં નિમિત્ત બને તે અને મુધારિ એટલે વ્યર્થ અને અસંગત બડબડાટ કરનાર, સમ્બો વિનિ :- આ શબ્દના બે અર્થ છે– સર્વતઃ અને સર્વથા. સર્વતઃ અર્થાતુ કુલ, ગણ, સંઘ, સમુદાય વગેરે સર્વ સ્થાનોમાંથી, સર્વથા એટલે દરેક પ્રકારે, બધી રીતે હાંકી કાઢવામાં આવે છે.
પહi – ચોખાનું ભૂસું (કુશકી) અથવા ચોખા મિશ્રિત ભૂસું, તે શક્તિવર્ધક છે. ચોખા અને ઘઉંના મિશ્રિત લોટથી બનેલો ખાદ્ય પદાર્થ કે તેનાથી ભરેલું વાસણ. fમ – મૃગ અર્થાત્ પશુ. બૃહવૃત્તિકાર અવિનીત શિષ્યને મૃગ (પશુ)ની જેમ પશુ જેવી બુદ્ધિવાળો કહ્યો છે. જેમ મૂર્ખતાને કારણે મૃગ સંગીતમાં મસ્ત બની તેને પકડવા ઊભેલા શસ્ત્રધારી શિકારીને જોઈ શકતો નથી, તેમ દુઃશીલ અવિનીત શિષ્ય પણ દુરાચારને લીધે પોતાના ભવ ભ્રમણરૂપ દુર્ગતિના કારણને