Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
४
आणाऽणिद्देसकरे, गुरुणमणुववायकारए । ડિળીર્ અસંબુદ્ધે, 'અવિળીÇ' ત્તિ વુન્નદ્ ॥રૂ"
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
=
શબ્દાર્થ:- આગાઽખિઘેલ – આજ્ઞાનો અનાદર કરનાર, મુળ = ગુરુઓની, અણુવવાયારણ્ પાસે ન બેસનાર, પત્તિળીર્ = પ્રતિકૂળ આચરણ કરનાર, ગુરુથી વિરોધભાવ રાખનાર, ગલબુદ્ધે તત્ત્વબોધથી રહિત, અવિળીદ્ ત્તિ – તે અવિનીત છે, એમ, વુજ્વદ્ = કહેવાય છે અર્થાત્ તેને અવિનીત સમજવો.
ભાવાર્થ : – જે ગુરુજનોની આશા અને નિર્દેશ અનુસાર કાર્ય કરતા નથી, ગુરુજનોની પાસે રહીને તેમની સેવા શુશ્રુષા કરતા નથી, તેમની ઈચ્છાથી વિરુદ્ધ આચરણ કરે છે તથા જે અણસમજુ અર્થાત્ ઈગિત અને આકારના બોધથી અથવા તત્ત્વબોધથી રહિત હોય, તે 'અવિનીત' કહેવાય છે.
વિવેચન :
આશા અને નિર્દેશ :–આ બંને શબ્દો સમાન અર્થવાચી હોવા છતાં તે બંનેના અર્થમાં ભિન્નતા છે. 'આશા'એટલે આગમ સંમત આદેશ અને નિર્દેશ,એ ઉત્સર્ગ અને અપવાદના સૂચક છે અથવા આજ્ઞા એટલે ગુરુવચન અને નિર્દેશ એટલે શિષ્ય દ્વારા તેનો સ્વીકાર.
આ રીતે આજ્ઞા અને નિર્દેશ વચ્ચેનું અંતર સમજી શકાય છે કે આજ્ઞા એટલે કોઈ પણ કાર્ય કરવાની અથવા ન કરવાની ધ્રુવ આજ્ઞા, અને નિર્દેશ એટલે અનાગ્રહ સાથેનું સૂચન. આમ આજ્ઞા આદેશરૂપ છે, જ્યારે નિર્દેશ સૂચનરૂપ છે. બંનેનું પાલન કરવું, એ વિનીત શિષ્યનું લક્ષણ છે.
વવાયાત્ :- ઉપપાતકારક :– સદા ગુરુજનોના સાનિધ્યમાં રહેનાર. જે હંમેશા ગુરુની સમીપે રહે અને મનથી સદા તેમનું સ્મરણ કરે, જે ગુરુની સેવા કરવા તત્પર હોય, ગુરુનાં વચન સતત સાંભળતાં રહેવાની અને તેમની સેવા કરવાની ભાવનાથી યુક્ત હોય, તે ઉપપાતકારક કહેવાય છે. એ વિનીતનું બીજું લક્ષણ છે.
ઈંગિતાકાર સંપન્નઃ- (૧) ઈંગિત એટલે હાથ, પગ, મસ્તક, આંખ વગેરે અંગો વડે હાવભાવ કે ઈશારા દ્વારા (બોલ્યા વિના) પોતાના મનોભાવને પ્રગટ કરવા. (૨) આકાર એટલે ઈશારા કર્યા વિના માત્ર મુખના (ચહેરાના) હાવભાવથી જ પોતાના મનોભાવને પ્રગટ કરવા, જેમ કે બેસવાનું, સૂવાનું, ચાલવાનું, અટકવાનું વગેરે. આ બંને પ્રકારને સમ્યક્ રીતે જાણનાર સાધક ઈંગિત આકાર સંપન્ન કહેવાય છે. વિનીતનું આ ત્રીજું લક્ષણ છે.
અવિનીતને કૂતરી અને સૂવરની ઉપમા :
जहा सुणी पूइकण्णी, णिक्कसिज्जइ सव्वसो । વં પુસ્ક્રીન-ડિળીપ, મુહરી બિસિન્ગદ્ ||૪||