Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
: ૨: પરીષદ:- સાધુઓને સંયમી જીવનમાં આવનાર મુખ્ય ૨૨ પરીષહ પર વિજય પ્રાપ્ત કરવા માટે બાવીસ પરીષહને બે-બે શ્લોકમાં અભુત રીતે વર્ણવ્યા છે. પ્રારંભમાં ભૂમિકારૂપે થોડું ગધ છે. પાછળ ૪૬ ગાથાઓ છે. : ૩: વતુરીય:-૨૦ ગાથાઓમાં મોક્ષનાં સાધનભૂત ચાર દુર્લભ અંગોનું પ્રતિપાદન કરેલ છે. પ્રસંગોપાત કર્મોની વિચિત્રતા તથા દેવોનાં અમરત્વનું ખંડન પણ કરેલ છે. : ૪: બસંધ્રૂત:-૧૩ ગાથાઓમાં સંસારની નશ્વરતાનું દર્શન કરાવીને ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત રહેવાનો ઉપદેશ આપ્યો છે. તેમાં જીવનની નશ્વરતાનું ચિત્રણ હોવાથી તેનું નામ અસંસ્કૃત પડ્યું છે. સૌથી નાનું પણ આ અધ્યયન અર્થગંભીર છે. : ૫ઃ અ%ામ મરણ :- ૩ર ગાથાવાળા આ અધ્યયનમાં ધર્મમય મરણ અને અધર્મમય મરણની વાતોનો ઉલ્લેખ છે. ધર્મવિહીન મનુષ્યનું મરણ અકામમરણ અને ધર્મયુક્ત માનવીનું સકામમરણ, પંડિતમરણ, સમાધિમરણ આદિ નામોથી ઓળખાય છે. સામાન્ય વ્યક્તિઓનાં મરણને આધારે તેનું નામ અકામમરણ રાખેલ છે. : ૬ ક્ષ -નિર્જળ્યયઃ૧૮(૧૭) ગાથાના આ અધ્યયનમાં વિદ્વાન કોણ, મૂર્ખ કોણ ઈત્યાદિનો પરિચય આપી જૈન સાધુના સામાન્ય આચાર વિચારનું વર્ણન કરાયું છે, તેથી તેનું નામ ક્ષુલ્લક નિર્ચન્થીય રાખ્યું છે. 'સમવાયાંગ' માં આનું નામ પુરુષવિદ્યા મળે છે. તેનો આધાર પ્રસ્તુત અધ્યયનની પહેલી ગાથા (ાવંત ડવિઝા પુરસ)
છે.
: ૭ઃ પય (૩૨છીય) :- એલય અને ઉરભ્રનો અર્થ છે– બકરો. શરૂઆતમાં મહેમાનના ભોજનને માટે ગૃહસ્વામી દ્વારા પાળેલા બકરાનો વધ કરાય છે. તેના દષ્ટાંત દ્વારા સંસારાસક્ત જીવોની દુર્દશાનું મામિર્ક ચિત્રણ છે. ત્યાર પછી ધર્માચરણથી થનાર શુભફળનું વર્ણન કર્યું છે. બકરાના દષ્ટાંતની મુખ્યતા હોવાથી આ અધ્યયનનું નામ એલય રાખ્યું છે, તેમાં ૩૦ ગાથાઓ છે. : ૮ : પિતા:- આ અધ્યયનનું નામ કપિલીય છે. તેમાં ૨૦ ગાથાઓ દ્વારા દુર્ગતિથી બચવા માટે લોભનો ત્યાગ કરવાનો ઉપદેશ મુખ્યત્વે વર્ણવેલ છે. : ૯: નિમિપ્રવૃન્ય – આમાં દર ગાથાઓ છે. અધ્યયનમાં પ્રવ્રજ્યા માટે