Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સામાન્ય કેવલી ન હતા એ બતાવવા માટે બીજા વિશેષણને પ્રવેગ કરાય છે માતા પરિપૂર્ણ ઐશ્વર્ય આદિને ‘મા’ કહે છે-કહ્યું પણ છે
સપૂર્ણ ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન આ છને “મા” કહેવાય છે. ૧.
આ રીતે ‘ભગ’ અતિશય જેમાં જણાય છે, તેઓ ભગવાન કહેવાય છે. વર્ધમાન સ્વામીમાં અન્ય સમસ્ત પ્રાણિઓની અપેક્ષાએ એશ્વર્ય આદિ વિશિ
છે. કેમકે તેઓ ત્રણ લેકના અધિપતિ છે. આ રીતે ભગવાનને અક્ષય થયે–પરમ અઈપણું તેના મહિમાથી યુકત છે.
ભગવાન ભવ્ય જીવોને નિવૃતિ દેવા વાળા છે. જીવના અનાદિ પારિણામિક ભાવને કારણે જેઓ મુકિત પ્રાપ્ત કરે છે. યુગ્ય થાય, તે ભવ્ય કહેવાય છે. આવા ભવ્ય જનોને શાન્તિ અથવા નિર્વાણ અર્થાત્ બધાં કર્મોને ક્ષય થઈ જાય પછી સ્વરૂપના લાભથી પરમ સ્વસ્થતા પ્રદાન કરવા વાળા છે. આમાં કારણમાં કાર્યને ઉપચાર કરાયા છે. તેથી મોક્ષના કારણ સમ્યગ્દર્શન વિગેરે પણ મોક્ષ કહેવાયાં છે. તાત્પર્ય એ છે કે ભગવાન ભવ્ય જીને નિર્વાણના કારણભૂત સમ્યગ્દર્શન વિગરે દેવા વાળા છે.
શંકા–પ્રત્યેક વાક્ય અવધારણા યુકત હોય છે, એથી ભગવાન્ ભવ્યજીને જ સમ્યગ્દર્શન વિગેરે ઉપન્ન કરે છે, અભવ્યને નહીં આ યુકિત નથી કેમકે વીતરાગ ભગવાનમાં પક્ષપાત હોવો સંભવે નહી.
સામાધાન—આપ વસ્તુ તત્વને ઠીક નથી સમજ્યા જેમ સૂર્ય સમાન રૂપે બધાને પ્રકાશ આપે છે, એજ પ્રકારે ભગવાન સમાન ભાવથી બધાને ઉપદેશ આપે છે, પરંતુ જેમ તમચર (ઘુઅડ) પક્ષિઓને માટે એમના સ્વભાવને લીધે સૂર્યનો પ્રકાશ તેમને ઉપકારક નથી બનતે આજ પ્રકારે અભવ્ય જીનો સ્વભાવજ એ હોય છે કે તેમને માટે ભગવાનની દેશના ઉપકારક સિદ્ધ થતી નથી. કહ્યું પણ છે
હે લક બાન્ધવ ! સદ્ ધર્મનું બીજ રોપવામાં આપની દક્ષતા નિર્દોષ છે. તે પણ તેને માટે કઈ જમીન ખારેડ નિકળી જાય તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. અન્ધકારમાં વિચરણ કરવા વાળા પક્ષી સમુદાય માટે સૂર્યના તેજસ્વી કિરણે પણ ભમરાના પગની જેમ કાળાશજ દેખાડે છે. ( ૧
એ કારણથી ભગવાનના વચનોથી ભવ્ય જીજ ઉપકાર બને છે. એ ઉપરથી અહીયાં ભવ્ય જીવને શાતિ અગર મુકિત દેવાવાળા એમ કહ્યું છે, ભગવાને કેવા પ્રકારે નિવૃતિ પ્રદાન કરી, એ બતાવે છે–ભગવાને એવા સ્પ
વચને દ્વારા પ્રજ્ઞાપના નો ઉપદેશ આપ્યું કે એને સાંભળીને વસ્તના યથાર્થ સ્વભાવને બંધ થઈ જાય. આ પ્રજ્ઞાપના શ્રુત રત્નનું નિધાન છે. રને બે જાતના હોય છે—દ્રવ્યરત્ન અને ભાવરત્ન વૈડૂય, મરકત, ઈન્દ્ર, નીલ વિગેરે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧