Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવ હોય છે એ પણ એમનામાં હતું. એથી એનિશ્ચય પ્રધાન હતા. આજવ ત્રાતા (સરલતા)નું નામ છે. અને માયનિગ્રહરૂપ પ્રવૃત્તિ હોય છે. એ પણ એમનામાં પ્રધાનરૂપે હતી એથી એઓ આર્જવ પ્રધાન હતા. માર્દવ પ્રધાન એઓ એટલા માટે હતા કે એમનામાં મૃદુતા–વિનમ્રતા–પ્રધાનરૂપે હતી. એમનામાં દ્રવ્યભાવ લઘુતા પ્રધાનરૂપે હતી એથી જ એઓ લાઘવપ્રધાન હતા. ક્રોધને નિગ્રહ કરવા રૂપ પરિણતિ એમનામાં પ્રધાન હતી એથી એઓ ક્ષાંતિ પ્રધાન હતા. એમનામાં મને ગુણિ, વચનગુપ્તિ અને કાયમુમિ એ ત્રણે ગુણિઓ પ્રધાન હતી એથી એઓ ગુપ્તિ પ્રધાન હતા. એમનામાં નિર્લોભતા પ્રધાનરૂપે હતી એથી એઓ મુકિતપ્રધાન હતા. એમનામાં રોહિણી પ્રજ્ઞા
સ્થાદિક દેવતાધિષ્ઠિત વર્ણાનુપૂવરૂપ વિદ્યાઓ પ્રધાન હતી એથી જ એઓ વિદ્યાપ્રધાન હતા. એમનામાં હરિણગમેષી વગેરે દેવાધિષ્ઠિત મંત્રપ્રધાન હતા એથી એઓ મંત્રપ્રધાન હતા. મૈથુન વિરમણરૂપ બ્રહ્મચર્યનું નામ બ્રહ્મ છે અથવા સર્વકુશળ અનુખાનનું નામ બ્રહ્મ છે. એએ આ બ્રહ્મ પ્રધાનતાથી યુકત હતા એથી જ એઓ બ્રહ્મ પ્રધાન કહેવાતા હતા, આગમનું નામ વેદ લૌકિક, લેકેન્સર અને કુમારચનિક આમ ત્રણ પ્રકારનું છે, આ વેદ એમનામાં પ્રધાન હતે એથી એઓ વેદપ્રધાન કહેવાતા મતલબ આ છે કે એઓ સ્વસમયના અને પરસમયના જ્ઞાનથી સંપન્ન હતા, નગમ, સંગ્રહ વગેરે જે સાત નયે છે તે ન ભેદ પ્રભેદની અપેક્ષાએ ૭૦૦ થઈ જાય છે, એ નય પણ એમનામાં પ્રધાન હતા એટલે કે એઓ ખૂબ જ નયના સૂક્ષ્મજ્ઞાતા હતા, એથી જ એઓ નયપ્રધાન કહેવાય છે, અભિગ્રહ વિશેષનું નામ નિયમ છે, એટલે કે એઓ વિચિત્ર અભિગ્રહોને ધારણ કરનારા હતા, એકનિષ્ઠ થઈને જે સકલ પ્રાણીઓના હિત માટે વચને કહેવાય છે તે સત્ય છે, એઓ સત્યપ્રધાન હતા, એટલે કે એઓ હિત, મિત અને પ્રિય વચન બોલનારા હતા દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ શૌચના બે પ્રકારે છે, લેપરહિત થવું એ દ્રવ્યની અપેક્ષાએ શાચ છે, અને નિરવઘ આચરણ કરવું એ ભાવની અપે
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨