Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ અપ્રમત્ત થઈને વિથરણશીલ હોય છે. તેમ તેઓ પણ તપ સંયમ વગેરેનું રક્ષણ કરવામાં પ્રમાદ રહિત થશે, કેજર-હાથી ની જેમ તેઓ શૂર હશે. એટલે કે કષાય વગેરે રિપુઓને નષ્ટ કરવામાં સમર્થ થશે. વૃષભની જેમ તેઓ જાતસ્થામાં થશે. ઉત્પન પરાક્રમવાળા થશે. સિંહની જેમ દુર્ઘર્ષ-પરીષહાદિરૂપ મૃગ વડે દુર્ઘર્ષ હશે. વસુંધરાની જેમ સર્વસ્પર્શ સહ થશે, પૃથ્વી જેમ સર્વે સહા-અસહ્મ સ્પર્શને પણ સહન કરે છે તેમ અનુકૂલપ્રતિકૂલ પરીષહ અને ઉપસર્ગને તેઓ સહન કરતા થશે. સુહત હુતાશનની જેમ તેઓ તેજથી સદા જાજવલ્યમાન રહેશે. જેમ ધૃત વગેરેની આહુતિથી અગ્નિ વધારે અને વધારે પ્રજવલિત થઈ જાય છે તેમ તેઓ પણ તપ સંયમના તેજથી દીદીપ્યમાન અનગાર થશે. આ પ્રમાણે આ પૂર્વોકત વિશેષણથી વિશિષ્ટ થયેલા તે ભગવાન અને ગાર દઢપ્રતિજ્ઞ સર્વોત્કૃષ્ટ જ્ઞાનથી, સર્વોત્કૃષ્ટ દર્શનથી, સર્વોત્કૃષ્ટ ચારિત્રથી સર્વોત્કૃષ્ટ આલાપથી, પશુપડકાદિ વર્જિત વસતિકાના સેવનથી, અનુત્તર વિહારથી, અનુત્તર આજીવથી, સરલતાથી. અનુત્તર અપકરણરૂપ દ્રવ્યથી અને કષાય તનુકરણરૂપ ભાવથી અનુત્તર ક્ષમાગુણથી અનુત્તર ગુપ્તિથી અનુત્તર નિર્લોભારૂપ મુકિતથી. અનુત્તર સર્વ સંયમથી. મન વચન કાયના વિરાધના તેમજ સુચરિત-આશંસાદિ દેષરહિત તેમના નિર્વાણરૂપ ફળના માર્ગથી આત્માને ભાવિત કરવાથી. અનંત નિરવસાન, અનુત્તર, સર્વોત્કૃષ્ટ, કૃત્ન સકલ. પ્રતિપૂર્ણ. આવરણ વર્જિત અને અવ્યાહત એવા સંકષ્ટ હોવાથી સહાય વર્જિત એથી શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરશે. ત્યારે તે ભગવાન્ અર્હન જિન કેવલી જઈ જશે, તથા સદેવ મનુજાસુરલેકની પર્યાયના જ્ઞાતા થશે. ત્યારે તે આગતિને–દેવ લેકાદિથી મનુષ્ય ગતિમાં આગમનને મનુષ્ય લેકમાંથી દેવદિ ગતિઓમાં ગમનને. સ્થિતિને-દેવકાદિકમાં અવસ્થિતિને અવનને દેવકથી આયુક્ષપ પછી પતનને ઉપપાતને-દેવનારકોના જન્મને-તનેવિચારને. કૃત– કહેલાઓને. મને માનસિકને મનમાં વ્યવસ્થિત વિચારધારાને. ક્ષપિતને–ક્ષય પ્રાસને. ભકતને-આદિતને. પ્રતિસેવિતને–ભેગ્યવતુ જાતના સેવનને. આવિષ્કર્મને–પ્રત્યક્ષમાં કરેલા કર્મોને. રકમને, એકાન્તમાં આચરેલાં કર્મોને. આ પ્રમાણે તે દેવ મનુજ અસુર સહિત લેકની સર્વ પર્યાયે તે જાણશે તેથી તે અનગાર અરહાજનની દૃષ્ટિમાં અપ્રત્યક્ષ એવું કંઈ રહેશે નહિ તેમને સર્વ-પ્રત્યક્ષ થઈ જશે. સર્વજ્ઞ અરહસ્યભાગી સાવદ્યાચરણ વર્જિત હોવાથી સુસ્પષ્ટ સકલાચારના પાલક થયેલા કાળમાં મનોવાકાય વેગમાં વર્તમાન ઈહલેક સંબંધી સર્વજનના સર્વભાવેને જાણતાં અને જોતાં વિહાર કરશે. ૧૭૪
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૨
૧૭૧