Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંજ્ઞા છે, યાવતુ આ સમવસરણ છે કે જીવ અને શરીર જુદાંજુદાં છે. જીવ શરીર રૂપ નથી અને શરીર જીવરૂપ નથી.
ટીકાર્થ–મૂલાર્થ પ્રમાણે જ છે પણ ભાવાર્થ આ મુજબ છે. કેશીકુમાર શ્રમણું અને પ્રદેશ રાજાના વાર્તાલાપમાં જયારે પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને ત્યાં બેસવાની વાત પૂછી ત્યારે રીતે કહેવું તે અમારા સાધુક૯૫થી બહાર છે. જેથી તે બાબતમાં તમે સ્વયં નિર્ણય કરે તેમ કહી. તેમની ઈચ્છા પર જ છોડી ત્યાર પછી પ્રદેશ રાજા પિતાના ઉચિત સ્થાન પર ચિત્રસારથિની પાસે બેસી ગયે. અને ત્યાં બેસીને કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું કે હે ભદંત! આપની જે આ જાતની સમ્યગજ્ઞાનરૂપ સંજ્ઞા છે, તત્ત્વ-નિશ્ચયરૂપ જે પ્રતિજ્ઞા , દર્શનરૂપ દષ્ટિ સ્વતત્વ છે, શ્રદ્ધાપૂર્વક અભિલાષ રુચિ છે, દર્શનપ્રતિપાઘ સમસ્ત અર્થનું આપનું દર્શન કારણરૂપ હેતુ છે, શિક્ષા વાચનરૂપ ઉપદેશ છે, સંકલ્પ છે, સર્વદા તાત્વિક અધ્યવસાય છે, તુલાની જેમ મેયપદાર્થની પરિચછેદક હેવાથી એવીજ આપની માન્યતા છે, પ્રસ્થાદિમાન જેવી આપની દઢધારણા છે, દૃષ્ટપ્રત્યક્ષ અને ઈષ્ટ અનુમાનથી અવિરેાધી હેવા બદલ પ્રત્યક્ષ વગેરે પ્રમાણરૂપ આપનું મંતવ્ય છે, આપની એવી જે કથની સમવસરણરૂપ છે (એટલે કે સમવસરણમાં જેમ ઘણા લોકો આવીને એકત્ર થાય છે તેમજ તમારા સ્વીકારરૂપ સિદ્ધાન્તમાં બધા તો અંતહિત થઈ જાય છે. એથી આ સમવસરણ છે.) કે ઉપયોગ લક્ષણવાળો જીવ અન્ય છે. શરીર કરતાં જુદે છે, જુદા સ્વરૂપ વાળે છે અને શરીર તેનાથી જુદું છે. (આ અન્વયમુખથી કથન છે) શરીર જીવરૂપ નથી. જીવ શરીરરૂપ નથી. (આ વ્યતિરેક મુખથી કથન છે.) તો આ બધું સત્ય છે? આ જાતના પ્રદેશ રાજાના પ્રશ્નને સાંભળીને કેશીકુમાર શ્રમણે તેને કહ્યું કે હાં પ્રદેશિન ! અમારા જેવા શ્રમણ નિર્ચ થેની એવી જ સંજ્ઞા યાવતુ સમવસરણ છે કે જીવ જુદે છે અને શરીર જુદું છે. જીવ શરીરરૂપ નથી અને શરીર જીવરૂપ નથી. આ પ્રમાણે બન્ને સાવ જુદા જુદા છે. તે સૂઇ ૧૩૦ છે
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨