Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દેશ કરનારા હતા, ધર્મપ્રલેકિની–ધમંદશિની હતા, ધર્મપ્રરંજના-ધર્માનુરાગવાળા હતા, ધર્મસમુદાચારા-ધાર્મિક સદાચાર સંપન્ન હતા અને જિનક્તિ ધર્મ પ્રમાણે જ પિતાનું જીવન પસાર કરતા હતા. તેમજ જીવ અને અજીવ તત્ત્વના સ્વરૂપને જાણનારા હતા ‘ઝમિર નીવાનીયા જીવ અને અને અજીવ વગેરે રૂપમાં વર્ણન કરનાર પદ સમૂહ અને અહીં યાવત્પદથી ગૃહીત પદ સમૂહ ૧૧૪ સૂત્રમાં વર્ણિત થયેલ છે. અહીં તેને સ્ત્રીલિંગની વિભકિત લગાડીને અર્થ કર જોઈએ તેમજ આ પદેને અર્થ પણ ત્યાંથી જ જાણી લેવું જોઈએ. એવી તે આર્થિક દાદી તમારા મન્તવ્ય મુજબ અતિપ્રચુર પુણ્યને સંચય કરીને કાલમાસમાં જયારે મરણ પામ્યા ત્યારે તે ઘણા દેવલોકમાં દેવની પર્યાયથી જન્મ પામ્યા છે. તે આયિકાને હું પૌત્ર છું તેમને ધર્મ ખૂબજ ઈષ્ટ યાવત્ કાન્ત હિતે યાવત પદથી અહીં ૧૩રમાં સૂત્રમાં પ્રેત આ વિષયના વિશેષણે ગૃહીત થયાં આ વિશેષણે ત્યાં તેના દાદાના પ્રકરણમાં આવેલાં છે તેથી જિજ્ઞાસુઓએ ત્યાંથી જ જાણી લેવા જોઈએ, એવા મારા આર્થિકા દાદી આવીને મને જે આ પ્રમાણે કહે કે હે પૌત્ર! હું આ તાંબિકા નગરીમાં તારી દાદી હતી અને ધાર્મિક યાવત ધર્માચરણથી જ પિતાની જીવનયાત્રા પસાર કરતી હતી. હું શ્રમણોપાસિકા-શ્રાવિકા હતી વગેરે પ્રચુરતા પુણ્યનું ઉપાર્જન કરીને કાલ માસમાં જ્યારે મૃત્યુ પામી ત્યારે દેવલેકમાંથી કઈ એક દેવલોકમાં દેવની પર્યાયથી જન્મ પામી છું. તેથી તે પૌત્ર! તમે પણ ધાર્મિક યાવત્ ધર્માનુગ વગેરે વિશેષણ વાળા તેમજ ધર્મથી જ પોતાનું જીવન પસાર કરતા જીવ અને અજીવ તત્ત્વના સ્વરૂપને જાણનારા થાઓ, અને સાચા અર્થ માં શ્રાવક થઈને પિતાના જીવનને સફળ બનાવો જો તમે આ પ્રમાણે ધાર્મિક આચરણયુકત અન્તઃકરણવાળા થાઓ તે તમે પણ મારી જેમ જ પ્રચુરતર પુણ્યનું ઉપાર્જન કરીને યાવત કાલમાસમાં કોલ કરીને અનેકવિધ દેવલેકે માંથી કઈ પણ એક દેવલોકમાં દેવના પર્યાયથી જન્મ પામશે, આ પ્રમાણે જે મારા આર્થિકા-દાદી મારી પાસે આવીને આમ કહે તે હું તમારી પર વિશ્વાસ કરું, પ્રતીતિ-વિશેષરૂપથી વિશ્વાસ કરું, તેમાં રુચિ ઉત્પન્ન કરું કે જીવ ભિન્ન છે, શરીર ભિન્ન છે, અને શરીર છવરૂપ નથી અને જીવ શરીરરૂપ નથી, પરંતુ જે કારણને લીધે હજી સુધી તેઓ મારી પાસે આવીને મને કહેતા નથી તે કારણને લીધે હે ભદંત! મારા આ વિચાર પર કે જીવ અને શરીર એકજ છે જીવ ભિન્ન નથી, અને શરીર ભિન્ન નથી. દઢ છું, તેને જ સત્ય માનીને વળગી રહું છું કે સૂ. ૧૩૩
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
८६