Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 169
________________ આધારે કરવામાં આવે છે કર ગૃહભૂમિના ગુણદેનું જ્ઞાન થવું તે વાસ્તુવિદ્યાકલા છે.૪૩ નગરની દશ એજન લંબાઈ અને નવજન પહોળાઈ વિગેરે પ્રમાણનું જ્ઞાન થવું તે “નગરમાન કલા છે.૪૪ સેનાનિશના પ્રમાણુનું જ્ઞાન થવું તે સ્કધાવારમાન કલા છે.૪પ નક્ષત્રાદિક જયોતિષ્કની ગતિનું જ્ઞાન થવું તે ચાર કલા છે ૪૬ રેગોને મટાડવાના ઉપાયનું જ્ઞાન તે પ્રતિચાર કલા છે.૪૭ સામાન્ય રૂપથી રીન્યરચનાનું જ્ઞાન થવું તે ચક્ર ચૂડ કલા છે. ૪૮ચક્રાકારકરૂપમાં રીન્યરચના કરવી ચક્રમૂહ કલા છે. ૪૯ ગરૂડના આકારથી સૈન્યની રચના કરવી તેનું નામ ગરૂડધૂહ કલા છે. ૫૦ શકટના રૂપમાં રમૈન્યની રચના કરવાનું જ્ઞાન થવું તે શકટયૂહ કલા છે. ૫૧ યુદ્ધ કરવાનું જ્ઞાન થવું તે યુદ્ધ કલા છે.પર મલ્લયુદ્ધ કરવાનું જ્ઞાન થવું તે મલ્લયુદ્ધ કે નિયુદ્ધકલા છે. પ૩ તરવાર વગેરે ફેરવતાં ભયંકર યુદ્ધ કરવું તે યુદ્ધ યુદ્ધ કલા છે. ૫૪ અસ્થિ-ડેહની વગેરેથી પ્રહાર કરવાની કુશળતાનું નામ અસ્થિયુદ્ધ કલા છે. અથવા “દૃષ્ટિ યુદ્ધ” આ પાઠમાં શત્રુની આંખોને પિતાની દૃષ્ટિથી નિમેષ રહિત કરવી તે દૃષ્ટિટ્યુદ્ધ છે ૫૫. મુષ્ટિકાઓથી પ્રહાર કરીને લડવું તે મુષ્ટિ યુદ્ધ કલા છે. ૫૬ બાહથી લડવું તે બાહ યુદ્ધ કલા છે. પ૭ લતા જેમ વૃક્ષેને પરિવેષ્ટિત કરી લે છે તેમજ શત્રુને ચારે તરફ ઘેરીને ગાઢરૂપથી તેને વચ્ચે લઈને તેના પર હમલે કરવો તે લતાયુદ્ધ છે ૫૮. નાગબાણ વગેરે દિવ્યરત્નનું પ્રક્ષેપણ કરવું તેનું નામ ઈશ્વસ્ત્રકલા છે ૫ સરૂ શબ્દનો અર્થ તરવીરની મૂઠ છે. અહીં અવયવમાં સમુદાયના ઉપચારથી સરૂ શબ્દથી ખનું ગ્રહણ કર્યું છે. અને ચલાવવામાં કુશળતા મેળવવી તેનું નામ ત્સરૂપ્રવાદ છે ૬૦. ધનુષ ચલાવવામાં નિપુણતા મેળવવી તે ધનુર્વેદ કલા છે ૬૧. રજત અને સુવર્ણના રસાયણની ક્રિયા જાણીને રજત અને હિરણ્ય પાક કલા છે દર ૬૩. મણિઓના નિર્માણની કલા જાણવી તે મણિ નિર્માણકલા છે ૬૪. અથવા રજત તામ્ર વગેરે ધાતુઓનું નિર્માણ કરવું આ ધાતુપાકકલા છે ૬૫.નટની જેમ સૂત્રપરવર્ત પર અને નાસીકાપર ચઢીને રમવું એ તત્ તત્ નામવાળી કળાઓ છે. ૬૬-૬૮અનેક પત્રમાંથી કઈ ખાસ પત્રનું છેદન કરવું પત્રછેદ્યકલા છે. ૬૯ શત્રુની સેનામાં રહીને પછી કોઈ વિશેષ શણુને જ મારવું કટકચ્છેદ્ય કલા છે.૭૦ ભસ્મરૂપમાં પરિણત થયેલા સુવર્ણ દી ધાતુઓને નિરર્થી ભસ્મ હોવાથી પહેલાં પ્રયજન વિશેષને લીધે ફરી ભસ્મ ને સુવણ વગેરે બનાવવું તેમજ એક રાજ્યમાંથી બીજા રાજયમાં સુવર્ણને લઈ જવાને રાજકીય પ્રતિબંધ હોવા છતાં એ તે વાંછનીય સુવર્ણાદિ ધાતુઓને પ્રયોગ વિષયથી મારવી કે પારાને મૂછિત કરે એટલે કે અજીર્ણત્વ વગેરે અઢાર દોને પારામાંથી કાઢવા આ સજીવ નિજીવકલા છે.૭૧ પક્ષીઓની બેલીને સમજી લેવી એટલે કે વસંતરાજ વગેરે કત શકુન શાસ્ત્રની દૃષ્ટિએ બધા પક્ષીઓની બલીને સમજવી શુભાશુભ જાણવું તે શકુનરુત કલા છે. ઉર આ બોતેર કલાઓને કમ અને તેના નામ નિર્દેશ શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૨ ૧૬૨

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181