Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 167
________________ ખેલ. નાસિકા ખેલ પત્રચ્છેદ્ય હાર્જીન સીનિઝીવ સાઢ્ય ૭૨ તિ કટકચ્છેદ્ય, સવનિ અને શકુન રૂત ૭ર. ટીકા :—જ્યારે પ્રતિજ્ઞદારક આઠ વર્ષ કરતાં માટે થઇ જશે ત્યારે તેના માતાપિતા તેને શુભતિથિમાં નંદા જયા પૂર્ણરૂપ તિથિમાં, શુભકરણમાં, સ્થિર નામના શુભકરણમાં, તથા વિદ્યાધ્યયન ચેાગ્ય જ્ઞાનવૃદ્ધિકારક મૃગશીર્ષ આર્દ્રા પુષ્ય અશ્વોઢા મૂલ-પૂર્વાફાલ્ગુની પૂર્વાષાઢા પૂર્વાભાદ્રપદ હસ્ત અને ચિત્રા એ નક્ષત્રદશકમાં અને શુભવેલામાં ક્લાચાય ની પાસે લઈ જશે. અને પહેલાં તે તે બાળકને સ્નાન કરાવશે, વાયસ વગેરેને આપવા માટે તેની પાસેથી અન્નવિભાગ કરાવીને વિતરિત કરશે. તે મષીતિલક વગેરે રૂપ કૌતુકને તેમજ દુ:ખસ્વપ્ન વગેરે રૂપ અમ ગલના વિધાતક હોવાથી અવશ્યકરણીય એવા દધ્યક્ષતાદિ રૂપ પ્રાયશ્ચિત્તને કરશે અને પછી તે સમસ્ત અલંકારોથી કટક કુડલાદિ રૂપ આભરણાથી પોતાના શરીરને સુસજ્જિત કરશે. ત્યાર પછી તે શુદ્ધ વસ્ત્રો ધારણ કરશે. આ પ્રમાણે સુસજિત થયેલા તે દૃઢપ્રતિજ્ઞ કુમારને તેના માતાપિતા પોતાની ઋદ્ધિ મુજબ વસ્રસુવર્ણ વગેરે સપત્તિના અનુરૂપ આવેલ જનસમુદાયની સાથે સત્કારપૂર્વક, મહાત્સવપૂર્વક તેને કલાચાય પાસે લઇ જશે. ત્યારે તે ક્લાશિક્ષક તે પ્રતિજ્ઞદારકને ગણિત પ્રધાન લેખાદિક કલાઓથી શકુનિરૂતાત્ત સુધીની સમસ્ત કલાઓને યથાવત શીખવાડશે. આ બધી કલાએ ૭૨ છે. સૂત્રરૂપે, અશ્પદર્શનરૂપે, ગ્રન્થરૂપે અને પ્રયાગરૂપે તે કલાચાય તેને સમસ્ત કલાઓના અભ્યાસ કરાવશે. અભ્યાસ કરાવીને તે તેને ક્રિયાત્મક રૂપમાં પણ નિપુણ મનાવશે. તે ૭૨ કલાઓના નામ આ પ્રમાણે છે. લેખ-અક્ષરવિન્યાસ આ વિષયનુ જે વિજ્ઞાન હાય છે તે પણ લેખ' જ છે આ લેખમાં અક્ષર વગેરે લખવામાં કુશળતા મેળવવી તે લેખકલા છે. આ લેખ—લિપિ અને વિષયભેદથી એ પ્રકારના છે. આમાં બ્રાહ્મી વગેરેના ભેદથી ૧૮ પ્રકારની લિપિ છે. આ વિષય ‘સમવાયા:’ સૂત્રમાં ૧૮ મા સમવાયમાં આવેલ છે. અથવા લાટાદિના ભેદથી લિપિના ઘણા પ્રકારે છે. અને વલ્કલ, કાષ્ઠ, દત, લેાહ', તામ્ર, રજત, પાષાણુ વગેરે આધારા પર અક્ષરા લખવાં, તેમની ઉપર ટાંકણુથી ટાંકવુ વગેરે રૂપમાં અક્ષર વિન્યાસ લિપિ ઘણા પ્રકારની છે. વિષયની અપેક્ષાએ પણ સ્વામી, ભૃત્ય, પિતા, પુત્ર, કુલત્ર, પતિ, ગુરૂ, શિષ્ય, શત્રુ અને મિત્ર વગેરેને વિશય કરનારી જે લિપિ છે તે પણ કૃશતા સ્થૂલતા વગેરે રૂપથી વિન્યાસની અપેક્ષાએ અનેક પ્રકારની હેાય છે. ૧,ગણિતકલા ગુણા-ભાગ-ખીજ ગણિત; રેખા ગણિત વગેરે પ્રકારની હાય છે. ર,રૂપકલાલેખ્ય, શિલા, સુવર્ણ, રજત, વગેરેની ઉપર ચિત્રને ઉતારવા રૂપ કે લેખન રૂપ હોય છે. ૩ નાટયકલા અભિનય સહિત, વગર શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨ ૧૬૦

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181