Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાર્થ –ત્યારપછી તે ચિત્ર સારથિ મૃગવન નામે ઉદ્યાનમાં પહોંચીને કેશીકુમાર શ્રમણ જ્યાં વિરાજમાન હતા તેની પાસે પહોંચે. તે સ્થાન કેશીકુમાર શ્રમ
થી વધારે દૂર પણ નહિ તેમજ વધારે નજીક પણ નહિ હતું ત્યાં પહોંચીને તેણે ઘોડાઓને ઉભા રાખ્યા અને રથને થોભાવ્યું. તેમજ પ્રદેશ રાજાને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામિન્ ! પધારે, અહીં આપણે થોડા સમય સુધી રોકાઈને ઘોડાઓના માર્ગ જન્ય શારીરિક ખેદને અને માનસિક ગ્લાનિને સારી રીતે દૂર કરવા યત્ન કરીએ આ પ્રમાણે વિચાર કરીને તે પ્રદેશ રાજા રથ પરથી નીચે ઉતર્યો અને ચિત્ર સારથિની સાથે ત્યાં ઘડાઓના અને પિતાના થાકને તેમજ કલમ–માનસિક ગ્લાનિ–ને સારી રીતે દૂર કરતાં તથા વિશ્રામ કરતાં આમતેમ જેવા લાગે. જતાં જતાં તેમની નજર અતિ વિશાળ પરિષદાની વચ્ચે બેસીને મેટા સાદે તે પરિષદોને જિનપ્રધિત ધર્મની પ્રરૂપણ કરતા તે કેશિકુમારશ્રમણ પર પડી. તેમને જોઈને તેમના મનમાં આ જાતને સંકલ્પ-વિચાર-ઉભ. અહીં યાવત્ પદથી સંકલ્પના આધ્યાત્મિક, ચિંતિત, કલ્પિત, પ્રાર્થિત, મને ગત આ બધા વિશેષણ ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ બધા વિશેષણ ની સાર્થકતા આ પ્રમાણે સમજવી. આ વિચાર તેના આત્મામાં પહેલાં અંકુરના રૂપમાં જન્મે. તેથી તે આધ્યાત્મિક થયે. ત્યારપછી તે વારંવાર સ્મરણરૂપ હોવા બદલ ચિંતિત રૂપ થઈ ગયે. એટલે કે આ મુંડ છે, આ મૂઢ છે આ પ્રમાણે વારંવાર
સ્મૃતિમાં આવવાથી આ વિચાર દ્વિપત્રિત અંકુરની જેમ ચિંતિતરૂપ થઈ ગયા. પછી તેજ વિચાર આ મુંડિત જ છે અન્ય નહિ, આ પ્રમાણે નિશ્ચયાપન હોવા બદલ પલ્લવિત થયેલા અંકુરની જેમ પ્રાર્થિત થઈ ગયો. “ગામતિ ઇa નિશ્ચન” ત્યાર પછી આ જાતને નિશ્ચય થઇ જવાથી આ નિયમતઃ અપંડિત જ છે આ વિચાર પુષ્પિત અંકુરની જેમ ઈષ્ટ રૂપથી સ્વીકૃત થઈ જવા બદલ પુષિત થઈ ગયે. ત્યાર બાદ “આ વિજ્ઞાન રહિત છે. આ પ્રમાણે મનમાં દઢરૂપમાં નિશ્ચિત થઈ જવાથી આ
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨
૬૮