Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મને ગત થઈ ગયે. તાત્પર્ય એ છે કે અહીં વિચારના આ વિશેષણોથી અનુક્રમે તે પછીના વિચારોની પુષ્ટિ જ થાય છે. જેમ અંકુર પહેલાં જામે છે. ત્યારપછી તે પત્રિત થાય છે, પછી પુષિત થાય છે અને છેવટે ફલિત થાય છે તેમજ અહીં પણ તેને વિચાર અનુક્રમે અધિકાધિક પુષ્ટ જ થતું જાય છે. આ વાતને “” વગેરે પદે વડે પ્રકટ કરવામાં આવી છે. ઉદ્યોગ રહિત લેવા બદલ જે જડ–આળસુહોય છે અથવા તો જે કર્તવ્યાકર્તવ્યરૂપ વિવેકથી રહિત હોવા બદલ વિવેક વિકલ છે, તે જ આ જડ પુરુષની ઉપાસના-સેવા કરે છે. તેમજ જેઓ એના જેવા જ મુંડ-અનાવૃત મસ્તકવાળા–નિર્લજજ છે તે જ આ મુંડિત મસ્તરવાળાઓની સેવા કરે છે તેમજ જેઓ પાદેયના જ્ઞાનથી રહિત મૂઢ જન છે તે જ આ વિવેકરહિત પુરુષને સેવે છે. તત્ત્વજ્ઞાનરહિત હોવાથી જે વ્યાવહારિક બુદ્ધિથી વિકલ છે, તે જ આ તત્ત્વજ્ઞાન શૂન્ય અપંડિતને સેવે છે. તેમજ બુદ્ધિહીન હોવાથી જે વિશિષ્ટજ્ઞાનથી રહિત છે તેઓ જ આ સબધ રહિત પુરુષની સેવા કરે છે. આ કંઈ જાતની વ્યકિત છે કે જે જડ, મુંડ, મૂઢ, અપંડિત અને નિર્વિજ્ઞાન હોવા છતાં પણ મહતિમહાલય પરિષદા એટલે કે વિશાળ સભામાં શેભાથી અને કુચેષ્ટા વર્જનરૂપ લજાથી યુકત થયેલ છે તેમજ શરીરકાંતિથી દીપ્યમાન થઈ રહ્યો છે. આનું શું કારણ છે? શું તે આ જાતને આહાર કરે છે કે જે એના શરીરમાં એવી કાંતિ ઉત્પન્ન કરે છે એજ વાત તે “ મારું ગાદારયતિ વગેરે પદે પડે બતાવે છે. આ કઈ જાતનો આહાર ગ્રહણ કરે છે? તેમજ કઈ જાતના ભુત ભેજનને આ પરિણમાવે છે? આ કઈ જાતની રુચિર વસ્તુને આહાર કરે છે? કેવા રુચિર પાનપદાર્થને આ પીવે છે ? આ પુરુષ આ બધાને શું આપી રહ્યો છે.? વિશેષરૂપથી આ બધા એકત્ર થયેલા લેકેને આ શું આપી રહ્યો છે કે જે આ બહુ મોટી વિશાળ પરિષદાની વચ્ચે બેસીને બહુ મોટા સ્વરથી બોલી રહ્યો છે આ પ્રમાણે તેણે વિચાર કર્યો ત્યાર પછી તે પ્રકટરૂપમાં ચિત્ર સારથિને આ પ્રમાણે કહેવા લાગ્યું. કે હે ચિત્રજડજડની ઉપાસના કરે છે વગેરે. અહીં યાવત્ શબ્દથી પૂર્વોકત બધું કથન-કે જે આ મોટા સાદે મનુષ્ય પરિષદાની વચ્ચે બોલી રહ્યું છે. અહીં સુધીનું ગ્રહણ કરવું જોઈએ. એથી જ હું આ મારી જ ઉદ્યાન ભૂમિમાં સારી રીતે હરીફરી શકતું નથી. સૂ. ૧૨દા
'तए ण से चित्ते सारही' इत्यादि । સૂત્રાર્થ—(તા જ જે ચિત્તે સારી ઘfસાયં પૂર્વ વવાણી) ત્યારે
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨