Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કત થવું. (૩) સમસ્ત અદત્તાદાનથી વિરકત થવું અને સમસ્ત બહિરાદાનથી વિરકત થવું. (તp G H મફમહાષિા પરિક્ષા સિક્ષ કુમારમાર ચંતિ धम्म सोचा निसम्म हट्ट जामेव दिसिं पउब्भूया तामेव दिसि पडिगया) આ પ્રમાણે કેશિકુમાર શ્રમણથી ચાતુર્યામ ધર્મને ઉપદેશ સાંભળીને અને હૃદયમાં તેને ધારણ કરીને તે અતિ વિશાળ પરિષદા હૃષ્ટતુષ્ટ યાવત્ હૃદયવાળી થઈને જ્યાંથી આવી હતી ત્યાં ફરી જતી રહી.
ટીકાર્થ મૂલાઈ પ્રમાણે જ છે. ચાતુર્યામ ધર્મને ઉપદેશ કર્યો એટલે કે ચાતુ ર્યામવાળા ધર્મને ઉપદેશ કર્યો. સકળ પ્રાણીઓના પ્રાણોને વિયુકત કરનાર જે વ્યાપાર (કાર્ય) હેાય છે તેનાથી રહિત થવું એટલે કે કઈ પણ પ્રાણીને કોઈ પણ રીતે પ્રાણ વિયુકત ન કરવું તે પ્રાણાતિપાત વિરમણ છે. આ પ્રમાણે જ સમસ્ત પ્રકારના અસત્યાચરણથી દૂર રહેવું–અસત્યને સર્વથા ત્યાગ કરે. તે મૃષાવાદ વિરમણ છે. સમસ્ત પ્રકારના અદત્તાદાનધી-ચીર્યકર્મથી દૂર રહેવું તે કર્મને ત્યાગ કરે–તે અદત્તાદાન વિરમણ છે. તેમજ ધર્મોપકરણોતિરિક્ત પરિગ્રહને ત્યાગ તે બહિરાદાન વિરમણ છે. મૈથુન વિરમણને અહીં સ્વતંત્રપણે વ્રતરૂપે નિર્દેશ કર્યો નથી કેમકે તેને પરિગ્રહમાં જ અન્તર્ભાવ કરવામાં આવ્યો છે. કેમકે જે સ્ત્રી ભેગ માટે આવે છે તે અપરિગ્રહીત થઈને નહિ પણ પરિગ્રહીતના રૂપમાં જ આવે છે. ઉપલક્ષણથી તેઓશ્રીએ અગાર ધર્મનું પણ કથન કર્યું છે. આ પ્રમાણે સામાન્યરૂપથી કેશિકુમાર શ્રમણ પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને તેને સવિશેષરૂપમાં હૃદયમાં ધારણ કરીને તે અતિ વિશાળ પરિષદા જયાંથી આવી હતી ત્યાં પાછી જતી રહી. ૧૧૧
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૩૩