Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થાય છે ત્યાં કોઈ સામાન્ય દેવ રૂપે ઉત્પન્ન થતું નથી, પરંતુ મહદ્ધિક મહાઘતિક આદિ વિશેષણોથી યુક્ત ચિરસ્થિતિક દેવ રૂપે ઉત્પન્ન થાય છે. મહ દિકથી લઈને ચિરસ્થિતિક સુધીના પદેને અર્થ આ સત્રમાં જ આગળ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. “હારવિનિતરક્ષા ” દેવ રૂપે ઉત્પન્ન થયેલા તેનું વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે, તેની અને ભુજાઓ કડાં અને ત્રુટિ. તેથી (આભરણ વિશેષથી) વિભૂષિત હોય છે, બાહુઓના ભૂષણ વિશેષ રૂપ કેયૂરોને તે ધારણ કરે છે, કોલતો સાથે ઘસાતાં કુંડલોને તેણે બને કણેમાં ધારણ કરેલા હોય છે. અથવા–તે દેવ કેયૂરોને, કુંડલોને મુલાયમ કપલ તલોને અને કર્ણપિંડને-કાનના આભરણ વિશેષને ધારણ કરે છે.
અહીં પહેલા વિગ્રહમાં એવું કહેવામાં આવ્યું છે કે તે દેવ કેયૂરવાળે હોય છે અને કપલ પ્રદેશની સાથે ઘષિત થનારા કર્ણકુંડળવાળા હોય છે, બીજા વિગ્રહમાં એવું કહેવામાં આવ્યું છે કે તે દેવ કેયૂરવાળે હોય છે, અને કુંડળે વડે મૃણ કપોલોવાળો હોય છે. ત્રીજા વિગ્રહમાં એવું કહેવામાં આવ્યું છે કે તે દેવ કેયૂરવાળો હોય છે. કુંડલેવાળો હોય છે, મુલાયમ કપલોવાળા હોય છે. અને કાનના આભૂષણે વાળો હોય છે. વિવિધ મુદ્રિકા આદિ રૂપ હેસ્તાભ રણેને તે ધારણ કરનારે હોય છે અને વિવિધ વાને તથા આભરણેને તે ધારણ કરનારે હોય છે, વિવિધ વરૂપ આભરણને તે પહેર હોય છે. અથવા પિતાની અવસ્થાને અનુરૂપ વિવિધ આભૂષણોને તે ધારણ કરતા હોય છે, વિવિધ માલાએ જ તેના મુકુટરૂપ હોય છે અથવા અનેક માલાઓમાંથી નિર્મિત થયેલું તેનું શિરાભૂષણ હોય છે, અથવા તેના મસ્તક પર અનેક પ્રકારની માલાઓ વિરાજતી હોય છે. તે સદા માંગલિક વસ્ત્રો ધારણ કરે છે. તેના શરીર પર સુગન્ધયુક્ત માલાઓ શોભતી હોય છે, અને ચન્દનાદિ સંગધિત દ્રવ્યોનું વિલેપન થતું હોય છે. તે કારણે તેનું શરીર દેદીપ્યમાન રહે છે. તે લાંબી લાંબી વનમાલાઓને ધારણ કરે છે. એ તે આચિત, પ્રતિક્રાન્ત સાધુને દેવપર્યાયમાં ઉત્પન્ન થયેલે જીવ, સ્વર્ગીય ગ વડે, સ્વર્ગીય રસ વડે (અનુરાગ રસ વડે ), દિવ્ય સ્પર્શ વડે, વજ0ષભનારાશાત્મક દિવ્ય સંહનન વડે, દિવ્ય સમચતુરગ્ન સંસ્થાન વડે, સ્વર્ગીય વિમાનાદિ રૂપ ઋદ્ધિ વડે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧
૪