Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
66
દેવામાં આવે. જ્યારે તે માણસ એવું પૂછે કે “ શુ તમે મારી આ વસ્તુ લીધી છે?” ત્યારે એવા જવાબ આપવામાં આવે કે તા આ પ્રકારના અસત્ય વચનને હાસમૃષા કહે છે.
મે' તે વસ્તુ લીધી નથી ’’
ભયમૃષા-ભયને કારણે જે અસત્ય એલવામાં આવે છે. તેને ભયમૃષા કહે છે. જેમ કે રાજ્યના પેાલીસેા દ્વારા પકડવામાં આવેલેા ચાર સજાના ભયથી જૂહુ ખેલે છે.
આખ્યાયિકાતૃષા કથા કહેતી વખતે અથવા કોઈ પ્રસંગનું' વધુન કરતી વખતે જે મીઠું મરચુ* ભભરાવીને અતિશયાક્તિભરી વાત કરવામાં આવે છે તેનુ' નામ આખ્યાયિકામૃષા છે. જેમ કે “ ત્યાં હાથીએના ગડસ્થળમાંથી એટલે બધા મદ ઝર્યા કે મદની નદી વહેવા લાગી.''
ઉપઘાતનિશ્રિતમૃષા–પ્રાણીવધના આશ્રય લઇને જે અસત્ય ખેલાય છે તેને ઉપઘાતનિશ્રિતમૃષા કહે છે. જેમ કે અઘાતકને ઘાતક કહેવે તે આ પ્રકારનું મૃષાવચન ગણાય છે. આ પ્રકારના અભ્યાખ્યાન વચનને ઉપઘાતનિશ્રિતમૃષા કહે છે. એજ પ્રમાણે સત્યમૃષા (સત્યાનૃતાત્મ) વચન પણ ૧૦ પ્રકાર કહ્યા છે. (૧) ઉત્પન્નમિશ્રક, (૨) વિગતમિશ્રક, (૩) ઉત્પન્નવિગતમિશ્રક, (૪) જીવ મિશ્રક, (૫) અજીવમિશ્રક, (૬) જીવાજીવમિશ્રક, (૮) અનન્તમિશ્રક, (૯) અદ્ધા મિશ્રક અને (૧૦) અદ્ધદ્ધામિશ્રક,
ઉત્પન્નમિશ્રક-ઉત્પન્ન વિષયક જે સત્યમૃષારૂપ વચન છે તેને ઉત્પન્નમિશ્રક કહે છે, જેમ કે કેઈને બીજે દિવસે ૧૦૦ રૂપીયા દેવાને વાયદો કર્યો હાય, પરન્તુ ૫૦ રૂપીયા દેવામાં આવે, તે તે પ્રકારનેા વાયદા કરનારના વચનને ઉત્પન્નમિશ્રક કહે છે, કારણ કે વાયદા પ્રમાણેની પૂરી રકમ ન દેવાને કારણે તેમાં સત્યના અંશ જળવાયેા છે. આ વચનામાં સત્ય અને મૃષા અન્ન સ'મિ. લિત હોવાને કારણે આ પ્રકારનાં વચનેને ઉત્પન્ન વિષયની અપેક્ષાએ સત્ય મૃષામિશ્રક કહે છે. તથા કાઇ નગરમાં ૧૦ બાળકેા ઉત્પન્ન થયાનું કથન કર વામાં આવે, તે તેમાં પણુ ન્યૂનાધિકતા સભવી શકે છે, તેથી આ પ્રકારનાં વચનને પણ સત્યસૃષામિશ્રક કહી શકાય છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૦૦