Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વ7?' “ઘટની જેમ મૂર્ત હોવાથી શબ્દ નિત્ય છે.” અહીં દૃષ્ટાન્તમાં સાધ્ય જે નિત્ય છે તે રહેલું નથી, તેથી તેને સાધ્યવિકલતારૂપ દૃષ્ટાન્તદેષ કહી શકાય
કારણ દેષ–“ હરિ નમ્” આ વ્યુત્પત્તિ અનુસાર “જે કરે છે. તે કારણ છે” એવું તે કારણે પરોક્ષ અર્થને નિર્ણય કરાવવામાં ઉપપત્તિ માત્ર રૂપ હોય છે. જેમ કે...“જ્ઞાનમાં અવરોધ કરનારાં કારણેના અભાવની પ્રકર્ષતાને લીધે સિદ્ધ નિરૂપમ સુખવાળા હોય છે. આ પ્રમાણે કેઈએ કહ્યું છે. પરંતુ આ પરોક્ષ અર્થને નિર્ણય કરાવનારૂં એવું કેઈ દૃષ્ટાન્ત નથી કે જે સાધ્ય અને સાધનધર્મથી યુક્ત હોય અને સકળ લોકમાં પ્રસિદ્ધ હોય તેથી આ પ્રકારના કથનને માત્ર ઉપપત્તિ રૂપ જ સમજવું જોઈએ. કારણને જે દેષ છે તેનું નામ કારણુદેષ છે. તે કારણદેષ સાધ્ય વિકલતારૂપ હોય છે. જેમ કેકેઈએ એવું કહ્યું છે કે “વેદના કારણ (વેદની રચના કરનાર પુરુષરૂપ કારણ સાંભળવામાં આવતાં નથી, તેથી વેદે અપૌરુષેય છે એટલે કે કઈ પણ પુરુષ દ્વારા તેમની રચના થઈ નથી.” અહીં વેદનાં કારણેની અદ્ભયમાણતા તેના અપૌરુષેયને લીધે નથી, પરંતુ અન્ય કારણોને લીધે પણ હોઈ શકે છે. તેથી આ પ્રકારના કથનમાં સાધ્યવિકલતારૂપ કારણુદેષને સદૂભાવ રહેલું છે.
હેતુદેષ–સાધ્યના સદુભાવમાં હેતુને સદ્ભાવ છે અને સાધ્યના અભાવમાં હેતુને અભાવ હવે, આ પ્રકારના અવિનાભાવ સંબંધવાળે હેતુ હોય છે. એટલે કે સાધ્યની સાથે અન્યથાનુપપત્તિ રૂપ નિયમથી જે બંધાયેલો છે. તેનું નામ હેતુ છે. દૃષ્ટાન્તના સંભાવમાં કારણને હેતુરૂપે કહેવામાં આવે છે. હેતુના ત્રણ દેષ કહ્યા છે-(૧) અસિદ્ધ, (૨) વિરૂદ્ધ અને (૩) અગ્નિકાન્તિક. અહીં આ ત્રણને જ હેતુદેષ રૂપ સમજવા જોઈએ.
અસિદ્ધરૂપ હેતુદોષનું સ્વરૂપ આ પ્રકારનું છે
“નિરાઃ રર વાશુપત્યાર ઘરવ7” ચાક્ષુષ (ચક્ષુઈન્દ્રિયના વિષયરૂપ હોવાથી) હોવાથી ઘટની જેમ શબ્દ અનિત્ય છે, અહીં “ચક્ષુષત્વ હેતુદેષ રૂપ છે. કારણ કે શબ્દમાં ચક્ષુઈન્દ્રિય દ્વારા ગ્રાહ્યતા) હોતી નથી તેથી પક્ષમાં સાધનને અભાવ હવે તેનું નામ જ અસિદ્ધદેષ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫