Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જે સદાચારના પાલન વડે પિતાના પિતાની મર્યાદાને પવિત્ર રાખે છે, તેને પુત્ર કહેવાય છે. તેના આત્મ જ આદિ દસ પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
આત્મજ-પિતાના શરીરથી (વીર્ય થી) જે પુત્ર ઉત્પન્ન થાય છે તેને આત્મજ કહે છે. જેમ કે ઋષભને પુત્ર ભરત.
ક્ષેત્રજ-જે પુત્ર સ્ત્રીથી ઉત્પન્ન થાય છે (પતિના સંસર્ગ વિના ઉત્પન્ન થાય છે, તેને ક્ષેત્રજ કહે છે. જેમ કે પાંડુ રાજાની પત્ની કુંતીએ ધર્માદિકે દ્વારા યુધિષ્ઠિર આદિને જન્મ આપ્યો હતે.
દત્તકપુત્ર-કેઈ અન્ય વ્યક્તિના પુત્રને પિતાના પુત્ર રૂપે સ્વીકારવામાં આવે, તે તે પુત્રને દત્તક પુત્ર કહે છે જેમકે-બાહુબલિને અનિવેગ. અનિલગને બાહુબલિ પુત્ર સમાન ગણાતું હતું, તેથી તેને તેને દત્તકપુત્ર ગણે છે. એજ પ્રમાણે બાકીના પુત્ર પ્રકારોમાં પણ પુત્રતુલ્યતાને કારણે જ પુત્રતા સમજવી. શિષ્યને વિનયિતપુત્ર કહે છે. જેના પ્રત્યે દિલમાં પુત્રના જે પ્રેમ ઉભરાય છે –
જે પ્રેમની પ્રખરતાને કારણે હૃદયમાં પુત્રના જેવું સ્થાન જમાવે છે, તેને રસપુત્ર કહે છે. મીઠી વાણી બોલવાને કારણે જે પિતાને પુત્ર રૂપે પ્રકટ કરે છે, તેને મખરપુત્ર કહે છે. કેઈ શૂરવીર પુરુષ દ્વારા યુદ્ધમાં પરાજિત થયેલો પુરુષ જે પિતાની જાતને તે શૂરવીરના પુત્ર રૂપે પ્રકટ કરતે હોય તે તેને શડીરપુત્ર કહે છે.
અથવા–“વિઘળg૪, ૩૫, મોટરૂ, ૭િ” ચાર પદેને ગુણભેદની અપેક્ષાએ પુત્રવિષયક જ સમજવા જોઈએ “વિદg” આ પદની સંસ્કૃત છાયા “વ” થાય છે. તે સંસ્કૃત છાયાની અપેક્ષાએ તેનો અર્થ “વિદ્વાન થાય છે. અભયકુમારની જેમ જે પુત્ર વિદ્વાન હોય છે તેને વિજ્ઞકપુત્ર કહેવામાં આવે છે. બાહુબલીની જેમ જે પુત્ર બળવાન હોય છે તેને તેની બલવત્તાને કારણે ઓરસપુત્ર કહેવામાં આવે છે. જે પુત્ર મધુરભાષી હોય છે તેને મોખર પુત્ર કહેવામાં આવે છે. જેમ કે રામચન્દ્રજીને તેમનાં મધુરભાષા યુક્તતાના ગુણને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫ ૬