Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 282
________________ જીવકે ભેદકા નિરૂપણ જીવ જ પ્રતિમા ધારણ કરી શકે છે. આ પ્રકારના પૂર્વસત્ર સાથેના સંબંધને લીધે સૂત્રકાર હવે જીવભેદનું કથન કરે છે– “રવિ સંસારસંભાવના વીવા પત્તા” ઈત્યાદિ–(સ. ૭૦). ટીકાર્થ–સંસાર સમાપન્નક જીવે દસ પ્રકારના કહ્યા છે-(૧)પ્રથમસમકેન્દ્રિય, (૨) અપ્રથમસમકેન્દ્રિય, (૩) પ્રથમસમયદ્વીન્દ્રિય, (૪) અપ્રથમસમયદ્વીન્દ્રિય, (પ) પ્રથમસમયત્રીન્દ્રિય. (૬) પ્રથમસમયત્રીન્દ્રિય, (૭) પ્રથમ સમયચતુરિન્દ્રિય, (૮) અપ્રથસમયચતુરિન્દ્રિય, (૯) પ્રથમસમયપંચેન્દ્રિય અને (૧૦) અપ્રથમ સમય પંચેન્દ્રિય. એકેન્દ્રિય પર્યાયના પ્રથમ સમયમાં વર્તમાન અને પ્રથમસમય એકેન્દ્રિય કહે છે. એકેન્દ્રિય પર્યાયના દ્વિતીય આદિ સમયમાં વર્તમાન જીવને અપ્રથમસમકેન્દ્રિય કહે છે. એ જ પ્રમાણે બાકીનાં પદોને અર્થ સમજ, અપહરણના રિચા?” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ થતાં દસે ભેદ ઉપર પ્રકટ કરવામાં આવ્યા છે. ૧ સમસ્ત જીવના (સંસારી જીના અને સિદ્ધ જીના) નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે–પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક પર્યન્તના પાંચ પ્રકારે (૬) હીન્દ્રિય. () ત્રીન્દ્રિય, (૮) ચતુરિન્દ્રિય, (૯) પંચેન્દ્રિય અને (૧૦) અનિયિ . રા અથવા સમસ્ત જીના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે. પ્રથમ સમય સિદ્ધ અને (૧૦) અદમયમસમયસિદ્ધ. ૩ બીજા ત્રણમાં “યાવત (પર્યન્ત)” પદ દ્વારા “અપૂકાયિક, તેજસ્કાયિક વાયુકાયિક', આ ત્રણ પદોને ગ્રહણ કરવામાં આવ્યા છે. બીજા ત્રણમાં “અનિન્દ્રિય પદ દ્વારા સિદ્ધ, અપર્યાપ્ત છે તથા ઈન્દ્રિપગવર્જિત હોવાને કારણે કેવલીને ગ્રહણ કરવામાં આવેલ છે. નરયિક પર્યાયના પ્રથમ સમયમાં વર્તમાન જીવને પ્રથમસમયનરયિક કહેવામાં આવ્યો છે. અને નરયિક પર્યાયના દ્વિતીયાદિ સમયમાં વર્તમાન નરયિકને અપ્રથમ સમય રયિક કહેવાય છે. ત્રીજા ત્રણમાં “આદિ” પદ દ્વારા નીચેના પ્રકારો ગ્રહણ કરાયા છે–(૩) પ્રથમ સમય તિર્યાનિક, (૪) અપ્રથમસમયતિય નિક, (૫) પ્રથમસમયમનુષ્ય, (૬) અપ્રથમ સમય મનુષ્ય અને (૭) પ્રથમસમય દેવ. આ બધાં પદોની વ્યાખ્યા પણ આગળના પદેની વ્યાખ્યાને આધારે નક્કી થઈ શકે છે. એ જ પ્રમાણે પ્રથમ સમય સિદ્ધની વ્યાખ્યા પણ સમજી લેવી. સૂત્ર૭૭ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૨૬૫

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300