Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 291
________________ દશ પ્રકારને આશ્ચર્યકા નિરૂપણ ટીકાર્ય–અશ્કેરાં (આશ્ચર્યો) દસ કહ્યાં છે. જેમ કે-(૧)ઉપસર્ગ, (૨)ગર્ભહરણ, (૩) સ્ત્રી તીર્થ, (૪) અભાવિતા પરિષદ, (૫) કૃષ્ણની અપરકંકા, (૬) ચન્દ્ર સૂર્યનું અવતરણ, (૭) હરિવંશ કુલોત્પત્તિ, (૮) ચમરાત, (૯) અબ્દશત સિદ્ધ અને (૧૦) અસંયત પૂજા. “આશ્ચર્ય આ પદ અદ્ભુતના અર્થમાં વપરાયું છે. “આશ્ચર્ય'પદમાં ૨ આ ” ઉપસર્ગ છે તે વિસ્મયાર્થીને વાચક છે જે વસ્તુ લેકમાં વિમ. યનો ભાવ ઉત્પન્ન કરે છે. તેને આશ્ચર્ય રૂ૫ માનવામાં આવે છે. આ કથનને ભાવાર્થ એ છે કે જે વાત પહેલાં કદી ન બની હોય એવી અપૂર્વ વાતને આશ્ચર્ય રૂપ માનવામાં આવે છે. તેના ઉપર મુજબ દસ પ્રકાર કહ્યા છે. હવે આ દસે પ્રકારના આશ્ચર્યોનું વધુ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. (૧)ઉપસર્ગ–જે ત્રાસ દ્વારા મનુષ્યને પિતાના ધર્મમાંથી ચલાયમાન કરવામાં આવે છે, તે ત્રાસને ઉપસર્ગ કહે છે. દેવે, મનુષ્યો અને અસુરે દ્વારા આ પ્રકારના ઉપસર્ગ કરવામાં આવે છે. ધર્મની આરાધના કરનાર જીવને ધર્મના માથી ચલાયમાન કરવા માટે જે વિશે ઉપસ્થિત કરવામાં આવે છે, તેમને ઉપસગ કહે છે. કેવલીઓને આવા ઉપસર્ગો સહન કરવા પડતા નથી. છતાં પણ શ્રમણ ભગવાન મહાવીરને તેમની કેવલી અવસ્થામાં આ પ્રકારના ઉપસર્ગો સહન કરવા પડયાં હતાં, તે વાત આશ્ચર્ય જનક લાગે છે. આવું પૂર્વે કદી બન્યું ન હોવાને કારણે આ ઘટનાને આશ્ચર્ય જનક ગણવામાં આવી છે. (૨) ગર્ભાપહાર-એક સ્ત્રીના ઉદરમાં રહેલા જીવને બીજી સ્ત્રીના ઉદરમાં મૂકી દેવો તેનું નામ ગર્ભાપહાર છે. કઈ પણ તીર્થકરની બાબતમાં ગર્ભાપહરણની ઘટના બની નથી, માત્ર ભગવાન મહાવીરની બાબતમાં જ આ ઘટના બની હતી, તે કારણે તે અપૂર્વ બનાવને પણ આશ્ચર્ય રૂપ ગણવામાં આવે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ २७४

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300