Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 293
________________ પૂર્વ ભવને દુશ્મન એ કોઈ વ્યન્તર દેવ ઉપાડી ગયું હતું. તેણે તેને ભરતક્ષેત્રમાં મૂકી દીધું હતું. પૂર્વભવના પુણ્યપ્રભાવથી ત્યાં તેને રાજ્યની પ્રાપ્તિ થઈ. ત્યાં તેણે કે સ્ત્રી સાથે લગ્ન કર્યા, અને તેને પુત્ર પૌત્રાદિ રૂપ પરિવારની પ્રાપ્તિ થઈ તેણે આ પરિવાર રૂપ કુળથી યુક્ત થઈને લાંબા સમય સુધી રાજ્ય કર્યું. આ રીતે એક યુગલિક પુરુષની કુળપરમ્પરા ચાલુ થવાને જે બનાવ બન્ય, તે અભૂતપૂર્વ હોવાને કારણે તેને અહીં આશ્ચર્ય રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. તે હરિના વંશને અહીં હરિવંશને નામે પ્રકટ કરવામાં આવ્યા છે. (૮) ચમત્પાત-અસુરકુમાર રાજ ચમરે સૌધર્મકલપમાં જઈને જે ઉત્પાત મચાવ્યો તેને અહીં આઠમાં આશ્ચર્ય રૂપ ગણાવ્યા છે. આ વિષયનું આ કથા દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે-દક્ષિણ દિશામાં અસુરકુમાર રાય ચમરની ચમચંચા નામની રાજધાની છે. તેમાં કોઈ જીવ અસુરકુમારેન્દ્ર ચમાર રૂપે ઉત્પન્ન થયે. ઉત્પન્ન થતાંની સાથે જ તેણે અવધિજ્ઞાનથી ઉર્થ દિશામાં જોયું તે પિતાના જ મસ્તક પર સૌધર્મક૫સ્થિત શકના બે ચરણ જોયા. તે જોઈને તેનું હદય માત્સર્યરૂપ અગ્નિથી પ્રજવલિત થયું. તેણે શકને તિરસ્કાર કરવાનો નિશ્ચય કર્યો ત્યારબાદ તિય લેકમાં આવેલી સુંસમાર નામની નગરીના ઉદ્યાનમાં જઈને તેણે કહ્યસ્થ મુનિનું રૂપ ધારણ કરીને એક રાત્રિની પ્રતિમા ધારણ કરી. આ પ્રકારે પ્રતિમા ધારણ કરીને વિચરતા એવા તેણે ભક્તિથી વિહલ ચિત્તવાળી દશામાં ભગવાન મહાવીરને નમસ્કાર કરીને આ પ્રમાણે પ્રાર્થના કરી–“હે ભગવાન! પ્રબળ વેરીથી પરાજિત થયેલા એવાં મને, સમસ્ત આપત્તિઓનું પ્રશમન કરવાને સમર્થ એવાં આપના ચરણયુગલનું શરણ હો.” આ પ્રમાણે કહીને તેણે પિતાની વૈક્રિયશક્તિથી એક લાખ જનપ્રમાણના મહા ભયંકર શરીરની રચના કરી. ત્યાર બાદ પરિઘરત્ન રૂપ પ્રહરણને ચારે તરફ ઘુમાવતે ઘુમાવત અને પિતાની ગજનાઓ અને પડકારોથી દેને ભયભીત કરતે કરતે તે સૌધર્માવલંસક વિમાનની વેદિકામાં જઈ પહોંચે. ત્યાં જઈને તેણે દુર્વચને દ્વારા શકને તિરસ્કાર કર્યો. તેથી કોપાયમાન થયેલા શકે મરીચિમાલા (તેજસ્વી કિરણે) થી યુક્ત કુલિશ (વા)ને તેના ઉપર પ્રહાર કર્યો. તે કુલિશના પ્રહારથી ભયભીત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ ૨૭૬

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300