Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સાતમી અવસ્થાએ પહોંચેલો માણસ ચીકણો ચીકણે કફ કાઢ્યા કરે છે. અને વારંવાર ઉધરસ ખાધા કરે છે.
પ્રામ્ભારા-જે અવસ્થામાં માણસનું શરીર ટટ્ટાર રહેવાને બદલે ઝુકવા માંડે છે–પીઠ કમાનના જેવી થઈ જાય છે, તે અવસ્થાનું નામ નામ પ્રામ્ભારા અવસ્થા છે. કહ્યું પણ છે કે–“વિચારી જમીઈત્યાદિ–
પ્રાગભારાવસ્થાએ પહોંચેલા મનુષ્યના શરીર પર કરચલીઓ પડી જાય છે. તેની ચામડી લુખી (રૂક્ષ) થઈ જાય છે અને તેની પત્ની પણ તેના તરફ નેહ બતાવતી નથી.
મુમુખી અવસ્થા–જરાથી ગૃહીત થયેલા-વૃદ્ધાવસ્થાએ પહોંચેલા શરીર વાળ પુરુષ જે અવસ્થાએ શરીર ત્યાગની જાણે કે તૈયારી કરી રહ્યો હોય એવું લાગે છે–અથવા આ શરીર હવે વહેલામાં વહેલી તકે છૂટી જાય એવી ઉત્કંઠા જે અવસ્થામાં વૃદ્ધિ પામતી જાય છે, તે અવસ્થાનું નામ મુમુખીદશા છે. કહ્યું પણ છે કે-“નવમી મુમુહી નામ” ઈત્યાદિ.
જે અવસ્થાએ પહોંચેલે જીવ પિતાના શરીરરૂપ ઘરને વિનષ્ટ થઈ રહેલું જોઈને તેમાં અનિચ્છાએ પણ રહે છે–લાચારીથી તે શરીરને છોડી શકતો નથી, તે અવસ્થાનું નામ મુમુખી અવસ્થા છે.
(૧૦) સ્વા૫નીદશા-જે અવસ્થામાં માણસને બહુ જ ઊંઘ આવે છે એવી નિદ્રાકારિણદશાનું નામ સ્વા૫ની દશા છે કહ્યું પણ છે કે--
“હીન મિસરો વીળો” ઈત્યાદિ--
આ અવસ્થાએ પહોંચેલે મનુષ્ય હીન અને લડખડાતા (થરાતા) અવાજવાળ થઈ જાય છે, દીન થઈ જાય છે, તેનું ચિત્ત પણ ઠેકાણે રહેત નથી. તે કમર બની જાય છે. આ પ્રકારની દશાને લીધે દુઃખી થતા તે મનુષ્ય પોતાના મૃત્યુની પ્રતીક્ષા કરતે થકે પિતાનું શેષ જીવન વ્યતીત કરે છે. એ સૂત્ર ૭૮
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬૮