Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સુષમસુષમા કુછ વિશેષ કથન
“કુમકુમારૂí સમા” ઈત્યાદિ–(સ. ૭૨).
ટીકાર્થ–સુષમસુષમાકાળમાં કોને ઉપલેગરૂપે ઉપયોગમાં આવે એવાં દસ પ્રકારના વૃક્ષ વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. તે વૃક્ષોનાં નામ નીચે પ્રમાણે કહ્યાં છે
(૧) મત્તાંગકવૃક્ષ–“આ પદ હર્ષનું વાચક છે. જે વૃક્ષ હર્ષના જનક હોય છે, વિશિષ્ટ બલ, વીર્ય અને કાન્તિ જનક હોય છે અને સ્વાદિષ્ટ રસ દેનારાં હોય છે, એવાં મત્તાંગ જાતિનાં કલ્પવૃક્ષો સુષમસુષમકાળમાં થતાં હોય છે.
(૨) મૃતાંગવૃક્ષે-આ વૃક્ષ પત્ર આપે છે.
(૩) ત્રુટિતાંગવૃક્ષે–આ વૃક્ષે ચાર પ્રકારનાં વાદ્ય બનાવવા માટે ઉપયોગી થઈ પડે છે.
“અંગ” પદની આગળ “દીપ, જાતિ અને ચિત્ર” આ પદે લગાડવાથી પાંગ. તિરંગ અને ચિત્રાંગ” આ ત્રણ પ્રકારનાં વૃક્ષોનાં નામ બને છે,
(૪) દીપાંગવૃક્ષ--જે વૃકે દીપકની જેમ પ્રકાશ આપે છે, તે વૃક્ષોને દીપાંગવૃક્ષે કહે છે.
(૫) જતિરાંગધ્વ-બાદરાગ્નિ જેવાં સૌમ્ય પ્રકાશવાળી અગ્નિ આપવામાં કારણભૂત બનતાં કલ્પવૃક્ષને તિરાંગવૃક્ષ કહે છે,
(૨) ચિત્રાંગવૃક્ષો-ચિત્ર આ પદ અહીં અનેક પ્રકારની માલાઓનું વાચક છે. જે વૃક્ષો અનેક પ્રકારની માલાઓ બનાવવામાં ઉપયોગી થઈ પડે છે, તે વૃક્ષોને ચિત્રાંગવૃક્ષો કહે છે.
(૭) ચિત્રરસ-મધુર આદિ અનેક પ્રકારના રસવાળી વસ્તુઓના કારણભૂત જે કલ્પવૃક્ષ હોય છે, તેમને ચિત્રરસવૃક્ષ કહે છે, આ વૃક્ષો મધુર આદિ સ્વાદ વાળાં અનેક પ્રકારનાં ભેજનેનાં પ્રદાતા હોય છે. કહ્યું પણ છે કે–
“રીવરિહાજોલનામા ” ઈત્યાદિ.
(૮) મણ્યાંગવૃક્ષો–આ વૃક્ષો અનેક પ્રકારના મણિમય આભૂષણેના પ્રદાતા હોય છે. (૯) ગેહાકારવૃક્ષો-આ વૃક્ષો ૪૨ ખંડવાળાં ભવનેના પ્રદાતા હેય છે.
(૧૦) અનગ્નજાતિનાંવૃક્ષો-આ વૃક્ષો વસ્ત્રોના પ્રદાતા હોય છે. કહ્યું પણ છે કે
મણિચં ચ મૂસળગાડું” ઈત્યાદિ. આ ગાથાઓને અર્થ ઉપર સ્પષ્ટ થઈ ગયો છે. જે સૂ. ૭૨ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૬ ૦