Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દશ પ્રકારકે સ્થવિરાંકા નિરૂપણ
“સ થેરા પum” ઈત્યાદિ–(ફૂ. ૬૭) ટીકા–જેઓ દર્યવસ્થિતજનોને સન્માર્ગમાં સ્થાપિત કરે છે–અથવા કુમાર્ગે જતા જનેને જેઓ સન્માને સ્થિર કરે છે, તેમને સ્થવિર કહે છે તે સ્થવિરે વ્યવસ્થા કરવાના સ્વભાવવાળા અને બુદ્ધિશાળી હોય છે, તથા તેમની વાતને દરેક માણસ માને છે. તેઓ પ્રભાવસંપન્ન હોય છે તે સ્થવિરેના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે-(૧) ગ્રામવિર, (૨)નગરથવિર, (૩) રાષ્ટ્રસ્થવિર, (૪) પ્રશાતૃસ્થવિર, (૫) કુલસ્થવિર, (૬) ગર્ણવિર, (૭) સંઘસ્થવિર, (૮) જાતિસ્થવિર, (૯) શ્રતસ્થવિર અને (૧૦) પર્યાયવિર–
- ગ્રામવિર–ગામની વ્યવસ્થા કરનાર વ્યક્તિને ગ્રામવિર કહે છે. નગરસ્થવિર-નગરની વ્યવસ્થા કરનારને નગરસ્થવિર કહે છે. દેશની વ્યવસ્થા કરનારને રાષ્ટ્રસ્થવિર કહે છે, ધર્મને ઉપદેશ દેનારને અને લેકેને ધર્મમાં સ્થિર કરનારને પ્રશાતૃસ્થવિર કહે છે. કુલસ્થવિર, ગણસ્થવિર અને સંઘસ્થવિરની વ્યાખ્યા આગળ કહ્યા પ્રમાણે સમજવી ૬૦ વર્ષની જન્મપર્યાય જેણે વ્યતીત કરી નાખી છે એવી વ્યક્તિને જાતિસ્થવિર કહે છે. આચાર આદિ અંગોને જે ધારક હોય છે તેને સ્થવિર કહે છે. જેણે ૨૦ વર્ષની દીક્ષા પર્યાય પાળી લીધી હોય એવી વ્યક્તિને પર્યાયસ્થવિર કહે છે. આ સૂત્ર ૬૭
પુત્ર ભેદોકા નિરૂપણ
વિરે પિતાના આશ્રિતનું પુત્રની જેમ પાલન કરે છે, તેથી હવે સૂત્રકાર પુત્રના ભેદનું કથન કરે છે,–“રસપુર પૂછાતા” ઈત્યાદિ–(સૂ. ૬૮)
ટીકાર્થ–પુત્ર દસ પ્રકારના કહ્યા છે–(૧) આત્મજ, (૨) ક્ષેત્રજ, (૩) દત્તક, (૪) વિનયિત, (૫) ઔરસ, (૬) મૌખર, (૭) શીંડીર, (૮) સંપદ્ધિત, (૯) ઔપયાચિતક અને (૧૦) ધર્માન્તવાસી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૫૫