Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સરાગ સમ્યગ્દર્શનકા નિરૂપણ
જ્યારે મહાવીર પ્રભુએ ઉપર્યુક્ત દસ મહાસ્વપ્નાં દેખ્યાં, ત્યારે તેઓ સરાગ સમ્યગ્દર્શનથી યુક્ત હતા. તેથી હવે સૂત્રકાર સમ્યગ્દર્શનના દસ પ્રકારનું કથન કરે છે-“રવિદ્ રાજસમ્પલળે ” ઈત્યાદિ-(સૂ પ૭) ટકાથ-સરાગ સમ્યગ્દર્શનને અર્થ આ પ્રમાણે કહ્યો છે–જે જીવને મોહ ઉપશાન્ત પણ ન હોય અને ક્ષીણ પણ ન હોય એવા જીવનું જે સમ્યગ્દર્શન હોય છે તેનું નામ સરાગ સમ્યગદર્શનતા છે. અથવા રાગ સહિતનું જે સમ્યગ્દર્શન છે તેને સમ્યગ્દર્શન કહે છે. તે સરોગસમ્યગ્દર્શનના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે–(૧) નિસરુચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારુચિ, (૪) સૂત્રરુચિ, (૫) બીજરુચિ, (૬) અભિગમરુચિ, (૭) વિસ્તારરુચિ, (૮) ક્રિયારુચિ (૯) સંક્ષેપરુચિ અને (૧૦) ધમરુચિ. હવે આ દસે પ્રકારેને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે
નિસરુચિ-કુદરતી રીતે જ તત્વવિષયક જે રુચિ (અભિલાષા) થાય છે તેનું નામ નિસર્ગરુચિ છે.
ઉપદેશરુચિ-તીર્થકર, ગણઘર, આદિ આસપુરુષનાં વચનને લીધે જે રુચિ થાય છે તે ચિનું નામ ઉપદેશરુચિ છે.
આજ્ઞાચિ-તીર્થકરોનાં વચને રૂપ આજ્ઞાને લીધે જે રુચિ થાય છે તે રુચિને આજ્ઞારુચિ કહે છે.
સૂત્રરુચિ-આગમન લીધે જે રુચિ થાય છે તે રુચિને સૂત્રરુચિ કહે છે.
ખીજરુચિ–અનેક અર્થનું અભિધાયક જે એક વચન છે તેનું નામ બીજ છે. આ બીજને લીધે જે રુચિ થાય છે તેનું નામ બજરુચિ છે.
અભિગમરુચિ-જ્ઞાનને અભિગમ કહે છે. તે જ્ઞાનને લીધે જે રુચિ થાય છે તેને અભિગમરુચિ કહે છે.
વિસ્તાર-ધર્માસ્તિકાય આદિ પદાર્થોનું જે સર્વનય અને પ્રમાણેથી વિસ્તાર પૂર્વકજ્ઞાન થાય છે તેનું નામ વિસ્તાર છે. તે વિસ્તારને લીધે જે રુચિ થાય છે તેનું નામ વિસ્તારરુચિ છે.
ક્રિયારુચિ–પ્રતિલેખના, પ્રમાર્જના આદિ ક્રિયાઓ પ્રત્યે જ રુચિ હોય છે. તેને ક્રિયારુચિ કહે છે.
સંક્ષેપરુચિ-જિનક્તિ તને સંગ્રહ કરવાની જે રુચિ હોય છે તેનું નામ સંક્ષેપરુચિ છે.
ધર્મરુચિ-યુતચારિત્રરૂપ ધર્મ પ્રત્યેની રુચિનું નામ ધર્મરુચિ છે. અથવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૩૬