Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચાર ગતિવાળા ) આ સસાર કાનનને અથવા તેા આ સંસારસાગરને પાર કરીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરી, આઠમાં મહાસ્વપ્નમાં તેમણે જે તેજથી દેદીપ્યમાન સૂર્યને જોયે, તેના ફલસ્વરૂપે તેમને અન ત ( અંતરહિત ), અનુત્તર (સર્વોત્કૃષ્ટ-અનુપમ) નિશ્ચેઘાત, નિરાવરણુ, કૃત્સ્ન અને પ્રતિપૂર્ણ` કેવળજ્ઞાન અને કેવળદન પ્રાપ્ત થયાં કેવળજ્ઞાન અને કેવળદેશન એક વા૨ પ્રાપ્ત થયા ખાદ કાયમને માટે ટકી રહે છે કદી તેમના અન્ત આવતા નથી, તેથી તેમને અનત વિશેષણ લગાડયુ છે, ખીજા કેઇ પશુ જ્ઞાન કરતાં તે પ્રધાન-પ્રવેત્કૃષ્ટ હાય છે તેથી તેને અનુત્તર વિશેષણ લગાડયુ છે. આ કેવળજ્ઞાન અને કેવળદર્શન વ્યાઘ્રાત રહિત હાય છે તેથી તેમને નિર્વ્યાધાત વિશેષણ લગાડયુ છે, જ્ઞાનાવરણુ આદિ આવરણાથી રહિત હાવાને કારણે તેને નિરાવરણ વિશેષણ લગાડયુ છે, સંપૂર્ણ હાવાને કારણે તેમને ‘કૃત્સ્ન’ વિશેષણ લગાડયુ છે અને સર્વથા સપૂણુ` હાવાને કારણે “પ્રતિપૂર્ણ વિશેષણુ લગાડવામાં આવ્યુ છે. ભગવાન મહાવીરે નવમા મહાસ્વપ્નમાં પિ’ગલમણિ અને નીલ વૈડૂમણિ જેવી પ્રભાવાળા પેાતાના આંતરડા વડે માનુષાત્તર પતને આવેષ્ટિત અને પરિવેષ્ઠિત થતા જોયા. આ મહાસ્વપ્નના ફલસ્વરૂપે દેવલેાકમાં, મનુષ્યલેાકમાં અને અસુરલોકમાં તેમની એવી ઉત્કૃષ્ટ પ્રીતિ ગવાવા લાગી, એવેા ઉત્કૃષ્ટ યશ ગવાવા લાગ્યા, એવા ઉત્કૃષ્ટ શબ્દ અને એવી ઉત્કૃષ્ટ પ્રશંસા ગવાવા લાગી કે શ્રમણ ભગવાન મહાવીર સજ્ઞ છે, સદશી છે અને સઘળા સંશયાના નાશ કરનારા છે. તેએ એવી ભાષા ખેલનારા છે કે સઘળા જીવા તેમની વાણીને સરળતાથી સમજી શકે છે. તેઓ છકાયના જીવાનુ રક્ષણ કરનારા છે, સુર, અસુર અને મનુષ્યા પણ તેમના ચરણુયુંગલની સેવા કરે છે. તેઓ સકળ સંયમીજનાના શિરાભૂષ્ણુરૂપ છે. સમસ્ત દિશાઓમાં યશના ફેલાવા થવા તેનું નામ ‘કીર્તિ' છે, એક જ દિશામાં યશને ફેલાવા થવા તેનુ નામ ‘વણુ ' છે અધધ દિશામાં જ જે વ્યાસ થાય છે તેનું નામ ‘શબ્દ' છે અને ફક્ત અમુક જ સ્થાનમાં જે ગુણ કીર્તન થાય છે તેનું નામ ‘શ્લાક' છે. દસમાં સ્વપ્નમાં તેમણે મન્દર પર્યંતની ચૂલિકા ( શિખર ) ઉપર રહેલા શ્રેષ્ઠ સિ’હાસન ઉપર પેાતાને વિરાજમાન થયેલા દેખ્યા હતા. આ મહાસ્વપ્નના ફલસ્વરૂપે તેમણે દેવા, મનુષ્ય અને અસુરાથી સંપન્ન પરિષદમાં કેવલિપ્રજ્ઞપ્તિનુ પેાતાના પહેલાં થઈ ગયેલા તીથ કરેાક્ત ધમનુ કથન કર્યું, પ્રજ્ઞાપન કર્યું", ઇત્યાદિ પૂર્વોક્ત સૂત્રપાઠ અહીં પણ ગ્રહણ કરવા જોઈએ, આ રીતે “ ઉપર્દેશન કરવા ” પન્તના સૂત્રપાઠે અહીં ગ્રહણ કરવા જોઇએ. આ પ્રકારનું દસ મહાસ્વપ્નાનુ ફૂલ સમજવુ'. 1 સૂત્ર ૫૬ ॥
*
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૩૫