Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંયમાદિ નિરૂપણ
આગલા સૂત્રમાં કોત્પત્તિનાં કારણેનું પ્રતિપાદન કરવામાં આવ્યું. સંયમી જ કોધ કરતા નથી. તેથી સંયમના, સંયમથી વિપરીત એવા અસંયમના, સંવરના તથા સંવરથી વિરૂદ્ધ એવાં અસંવરના ભેદનું સૂત્રકાર નિરૂપણ કરે છે–
“રવિદે સંગમે જગન્ન” ઈત્યાદિ—(સૂ. ૬) સૂત્રાર્થ–સંયમના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે.
(૧) પ્રકાયિક સંયમ (૨ થી ૫) અપકાયિકથી લઈને વનસ્પતિ કાયિક સંયમ પર્યંતના ચાર પ્રકારે. (૬ થી ૯) દ્વીન્દ્રિય સંયમથી લઈને પચેન્દ્રિય સંયમ પર્યન્તના ચાર પ્રકારો અને (૧૦) અજીવકય સંયમ,
અસંયમના પણ નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે.
(૧) પૃથ્વીકાયિક અસંયમ, (૨) અપ્રકાયિક અસંયમ, (૩) તેજસ્કારિક અસંયમ, (૪) વાયુકાયિક અસંયમ, વનસ્પતિકાયિક અસંયમ (૬ થી ૮) કીન્દ્રિય અસંયમથી લઈને પંચેન્દ્રિય અસંયમ પર્યન્તના ચાર પ્રકારો (૧૦) અછવકાય અસંયમ.
સંવરના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે. (૧ થી ૫) શ્રોત્રેન્દ્રિય સંવર થી લઈને સ્પર્શેન્દ્રિય સંવર સુધીના પાંચ પ્રકારો, (૬) મનાસંવર, (૭) વકસંવર, (૮) કાયસંવર, (૯) ઉપકરણસંવર અને (૧૦) સૂચીકુશાગ્રસંવર.
અસંવરના નીચે પ્રમાણે ૧૦ પ્રકારો કહ્યા છે–શ્રોત્રેન્દ્રિય અસંવરથી લઈને સૂચીકુશાગ્ર અસંવર પર્યંતના ઉપર્યુક્ત દસ પ્રકારો અહી ગડુણ કરવા જોઈએ.
ઉપકરણ સંવરને અર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે–પરિમાણથી અધિક અને અકલ્પનીય વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ ન કરવા તેનું નામ ઉપકરણ સંવર છે. અથવા ફેલાયેલા (વિખરાયેલાં) વસ્ત્ર દિ ઉપકરણને એકઠાં કરવા તેનું નામ ઉપકરણ સંવર છે. ઔપધિક ઉપકરણના પ્રમાણને મર્યાદિત કરવાથી ઉપકરણ સંવર થાય છે.
સચીકુશાગ્ર સંવર-સોય અથવા દર્ભની અણી પર રહી શકે એટલી અલ્પ પ્રમાણ વસ્તુને પણ યતનાપૂર્વક નીચે મૂકવી તેનું નામ સૂચીકુશાગ્ર સંવર છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩૭