Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અજીવકે પરિણામકા નિરૂપણ
પૂર્વસૂત્રમાં જીવને દસ પ્રકારના પરિણામનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર જીવથી વિપરીત એવા અજીવના દસ પ્રકારના પરિણામનું નિરૂપણ કરે છે–વિહે ગળીfor gor” ઈત્યાદિ–(સૂ ૧૩) ટીકાર્થ–પુદ્ગલરૂપ અજીનું પરિણામ દસ પ્રકારનું કહ્યું છે. તે પ્રકારે નીચે પ્રમાણે છે-(૧) બન્ધન પરિણામ, (૨) ગતિ પરિણામ, (૩) સંસ્થાના પરિણામ (૪) ભેદ પરિણામ, (૫) વર્ણ પરિણામ, (૬) ગન્ધ પરિણામ, (૭) રસ પરિ ણામ, (૮)સ્પર્શ પરિણામ, (૯) અગુરુલઘુ પરિણામ અને (૧૦) શબ્દ પરિણામ
પુદ્ગલેને જે સંયોગ છે તેનું નામ બઘન છે. તે બન્ધનરૂપ જે પરિણામ છે તેને બન્ધન પરિણામ કહે છે. તે બન્ધનરૂપ વિષમમાત્રાવાળાં સ્નિગ્ધ પુદ્ગલેના અને રૂક્ષ પુદ્ગલનાં સગરૂપ હોય છે. આ સયાગ આ પ્રકારે થાય છે- સમગુણ સ્નિગ્ધતાવાળા પુદ્ગલને સમગુણ સ્નિગ્ધતાવાળા પુદ્ગલ સાથે સંગ થતું નથી અને સમગુણ રૂક્ષ પુદ્ગલને રૂક્ષ પુદ્ગલ સાથે સંગ થતું નથીપરંતુ વિષમમાત્રાવાળાં નિષ્પ પુદ્ગલેને અને રૂક્ષ પુદ્ગલેને સ્નિગ્ધપુદ્ગલેની સાથે અને રૂક્ષ પુદ્ગલેની સાથે સંગ (બન્ધ) થઈ શકે છે. કહ્યું પણ છે કે
“સમનિદ્વાર ધો” ઇત્યાદિ
આ કથનને ભાવાર્થ એ છે કે વિષમ સ્નિગ્ધ રૂક્ષ ગુણવાળાં પુદ્ગલેને જ બન્ધ થાય છે- સમગુણવાળા (સમાન માત્રામાં) સ્નિગ્ધરૂક્ષ પુદ્ગલેને બધા થઈ શકતું નથી. જે નિષ્પ ગુણવાળાં પરમાણુ સમાન હોય તે તેમને અન્ય અન્ય સમાન સ્નિગ્ધ ગુણવાળાં પરમાણુઓની સાથે પણ થશે નહીં અને સમાન રૂક્ષ ગુણવાળાં પરમાણુઓની સાથે પણ થશે નહીં. એ જ પ્રમાણે જે રૂક્ષગુણ વાળાં પુદ્ગલે સમાન હોય તો તેમને બન્ધ પણ અન્ય સમાન રૂક્ષ ગુણવાળાં પરમાણુઓની સાથે પણ થશે નહીં અને અન્ય સમાન સ્નિગ્ધગુણવાળાં પરમાશુઓની સાથે પણ થશે નહીં, બન્ધ થવાને માટે વિષમ માત્રામાં સિનગ્ધ પુદગલને દ્રયધિક નિગ્ધ રૂક્ષ ગુણતા હોવી આવશ્યક ગણાય છે. તે વિષમતા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪૬