Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દશ પ્રકારકે સુખકા નિરૂપણ
સુખના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે-(૧) આરોગ્ય, (નિરાગિતા) (૨) દીર્ઘ આયુ, (શુચિરજીવિત) (૩) આઢયતા, સમૃદ્ધિ (સ'પ્રન્નતા) (૪ ઈચ્છાનુકૂલ શબ્દરૂપ કામ (૫) શુભ ગન્ધરસસ્પર્શ લેગ, (૬) તૃષ્ણાના અભાવરૂપ સંતાષ, (૭) આવશ્યકતા પ્રમાણે વસ્તુની પ્રાપ્તિ, (૮) શુભયાગ, (૯) પ્રત્રજ્યા અને (૧૦) અનામાધરૂપ મેાક્ષસુખ. અહીં કામભાગ આ શબ્દો લુવિભક્તિવાળા છે. સતાષને સુખ કહેવાનુ કારણ એ છે કે તે સુખરૂપ હોય છે કહ્યું પણ છે કેઆરેશસારિત્ર્ય ” ઈત્યાદિ.
<<
આરેાગ્યસારવાળા મનુષ્યભવને જ સુખરૂપ માનવામાં આવ્યે છે. સત્યસારવાળા જ ધર્મ માનવામાં આવ્યા છે. નિશ્ચયરૂપ સારવાળી વિદ્યાને જ વિદ્યા મનાય છે, સ'તેાષરૂપ સારવાળુ' સુખ મનાય છે. અથવા-“સન્તોષાવૃતવૃક્ષાનાં ?” ઇત્યાદિ—સંતોષરૂપ અમૃતનું પાન કરીને તૃપ્ત થઈ ગયેલા શાન્ત ચિત્તવાળા મનુષ્યને જે સુખ પ્રાપ્ત થાય છે, એવા સુખની પ્રાપ્તિ ધનની લાલસામાં ૨૫વાયાની જેમ આમતેમ દોડતા માણસને કદી થતી નથી.
જે વસ્તુની જ્યારે જરૂર પડે ત્યારે તે વસ્તુની પ્રાપ્તિ થઇ જવી તેને પણ સુખના હેતુરૂપ હાવાને કારણે સુખરૂપ માનવામાં આવે છે. શુભભાગપ્રશસ્ત ભાગને શુભભાગ કહે છે. સાતાવેદનીય કર્મના ઉદયથી એવા શુભલેગની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારના ભાગ સુખદાયી હાવાને કારણે તેમને સુખરૂપ કહ્યા છે. સસારરૂપ કાદવમાંથી બહાર નીકળવુ –એટલે ગૃહસ્થાવાસના ત્યાગ કરીને પ્રત્રજયા અગીકાર કરવી તેને પણ સુખરૂપ ગણવામાં આવેલ છે. અહી' જે “લ” શબ્દના પ્રયોગ થયા છે તે નિશ્ચયા કરવામાં આવ્યા છે એટલે કે સ'સારમાંથી નિષ્કમ કરવા પ્રવ્રજ્યા જ સસારસ્થ જીવેાના સુખરૂપ હાય છે, કારણ કે તે નિષ્કંટક સ્વાધીન સુખરૂપ હોય છે. કહ્યું પણુ છે કે
66
' दुबालसमासपरियार समणे " ઇત્યાદિ
એક વષઁની દીક્ષા પર્યાયવાળા શ્રમણુનિ થ અનુત્તર દેવાની તેજલેશ્યાનુ પશુ ઉલ્લ'ઘન કરી નાખે છે. વળી— નૈવાન્નિ राजराजस्य ’” ઇત્યાદ્રિ—
આ લેકમાં લૌકિક વ્યવહારથી રહિત થયેલા સાધુને જે સુખની પ્રાપ્તિ થાય છે, એવા સુખની પ્રાપ્તિ કુબેરને પણ થતી નથી અને દેવરાજ ઇન્દ્રને પણ થતી નથી. આ સિવાયનુ' જે સુખ છે તે તે માત્રદુઃખના પ્રતીકારરૂપ હાવાથી સુખની કલ્પના માત્રનુ' જ જનક હાય છે, કહ્યું પણ છે કે... પ્રતીભાર* ચાવે: ' ઇત્યાદિ——
66
વ્યાધિના પ્રતીકારને જ મનુષ્ય સુખરૂપ માને છે. દુઃખના ઈલાજ કરતાં જ્યારે દુઃખ અલ્પ માત્રામાં માકી રહી જાય છે, ત્યારે મનુષ્ય તેને જ સુખ માની લે છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૯