Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સત્યમૃષા આદિકા નિરૂપણ
પૂર્વસૂત્ર ચારિત્રબલ વિષે કહેવામાં આવ્યું. આ ચારિત્રબળથી સંપન્ન હોય એ જીવ સર્વદા સત્યભાષી હોય છે. પૂર્વ સૂત્ર સાથે આ પ્રકારના લીધે હવે સૂત્રકાર સત્યના ૧૦ પ્રકારનું અને તેના કરતાં વિપરીત એવાં મૃષા ( અસત્ય)ના દસ પ્રકારનું કથન કરે છે–
રવિણે સશે ” ઈત્યાદિ (સૂ. ૪૫).
સત્ય દસ પ્રકારનું કહ્યું છે. જે પ્રાણીઓને માટે, પદાર્થોને માટે અથવા મનિજનોને માટે હિતરૂપ હોય છે, તેનું નામ સત્ય છે. તેના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે–(૧) જનપદ સત્ય, (૨) સમ્મત સત્ય, (૩) સ્થાપના સત્ય, નામસત્ય, (૫) રૂ૫સત્ય, (૬) પ્રતીત્યસત્ય, (૭) વ્યવહાર સત્ય (૮) ભાવસત્ય, (૯) યોગસત્ય અને (૧૦) પમ્પસત્ય.
હવે આ દસે પ્રકારના સત્યનો ભાવાર્થ સમજાવવામાં આવે છે–જે જે જનપદમાં જે વચન ઈષ્ટ અર્થની પ્રતિપત્તિનું જનક હોવાને કારણે વ્યવહારના હેતુરૂપ બનતું હોય છે અને એ જ કારણે જેને સત્ય માનવામાં આવે છે, એવાં વચનને જનપદસત્ય સમજવું. જેમ કે કોંકણમાં પય (પાણી)ને “વિજ્ઞ” કહે છે. પાણીને “પિશ' કહેવું તે જનપદત્યના દષ્ટાંત રૂપ સમજવું. જે જે વચન સકળ લેકની સંમતિથી સત્યરૂપે પ્રસિદ્ધ થાય છે, તે વચનને સંમત સત્ય કહે છે. જેમ કે કુમુદ, કુવલય, ઉત્પલ, તામરસ વગેરે પંકમાં પેદા થાય છે. છતાં પણ સૂર્યોદય થાય ત્યારે જ વિકસવાના સ્વભાવવાળા અરવિંદને જ સકળલેકમાં પંકજને નામે ઓળખવામાં આવે છે-અન્ય ફૂલેને (કુમુદાદિને) પંકજ રૂપે ઓળખવામાં આવતાં નથી. અરવિંદ (કમળ)ને પંકજ કહેવું તે લેકસમ્મત સત્ય છે.
સ્થાપના સત્ય સ્થાપના રૂપે જે સત્ય છે તેનું નામ સ્થાપના સત્ય છે. અંક આદિના વિન્યાસની દષ્ટિએ આ પ્રમાણે સ્થાપના સત્ય જોવામાં આવે છે.-એક સંખ્યાની જમણી બાજુએ (બે શૂન્ય) મૂકવાથી જે ૧૦૦ સંખ્યા માનવામાં આવે છે અને ૦૦૦ (ત્રણ શૂન્ય) મૂકવાથી જે ૧૦૦૦ ની સંખ્યા માનવામાં આવે છે તે સ્થાપના સત્યના દૃષ્ટાંત રૂપ છે એજ પ્રમાણે માટી આદિને માટે “આ એકમા છે, આ એક તોલે છે” ઈત્યાદિ રૂપ જે વ્યવહાર થાય છે તે મુદ્રાવિન્યાસરૂપ સ્થાપના સત્ય છે.
નામ સત્ય-નામની અપેક્ષાએ જ (નહી કે ગુણની અપેક્ષાએ) જે સત્ય છે તેને નામસત્ય કહે છે. જેમ કે કુળની વૃદ્ધિ નહીં કરનારને પણ “કુલવન “ એવી સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે ધન વિનાના આદમીનું નામ “ધનપાલ” હોય છે. આ નામસત્યનાં દૃષ્ટાંત છે.
શ્રી સ્થાનાં સૂત્ર :૦૫
૧૯ ૭