Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંચમાસંયમકે સ્વરૂપકા નિરૂપણ
વિયિાળ ઝીવા સમયમમાળણ ” ઈત્યાદિ—(સૂ. ૧૫) ટીકાય -૫ ચેન્દ્રિય જીવેાની વિરાધના ન કરનાર જીવ દ્વારા દસ પ્રકારના સયમનું પાલન થાય છે. તે દસ પ્રકારે નીચે પ્રમાણે છે–(૧) તે તેને શ્રોત્રેન્દ્રિયના સુખથી વ'ચિત કરવાનું પાપકૃત્ય કરતા નથી. (૨) તે તેને શ્રોત્રેન્દ્રિય વિષયક દુઃખથી યુક્ત કરતા નથી. એજ પ્રમાણે ચક્ષુઇન્દ્રિય, પ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય વિષયક ખબ્બે પ્રકારો પણ શ્રોત્રેન્દ્રિયવિષયક એ પ્રકાર જેવાં જ સમજી લેવા. આ પ્રકારે સયમના છેલ્લા બે ભેદ નીચે પડશે-(૯) તે તેને સ્પર્શીમય સુખથી ચિત કરનારા બનતા નથી (૧૦) તે તેને સ્પર્શ મય દુઃખના સચાગ કર્તા બનતા નથી. એજ વાત ‘ડ્યું નાવ દાસામાં સુવું ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ સયમથી વિપરીત અસયમ હેાય છે, હવે સૂત્રકાર તે અસયમના દસ પ્રકાર પ્રકટ કરે છે-જે જીવ સયમી હાતા નથી તેને અસયમી કહે છે. તે દસ પ્રકારે જીવેાની વિરાધના કરતા હાય છે, તેથી અસંચમના નીચે પ્રમાણે દસ પ્રકાર પડે છે
(૧) અસંયમી જીવ શ્રોત્રેન્દ્રિયવિષયક સુખથી પચેન્દ્રિય જીવને વ‘ચિત કરે છે (૨) અસયમી જીવ શ્રોત્રેન્દ્રિય વિષયક દુઃખના તેને સયાગ કરાવનાર બને છે. એજ પ્રમાણે ખાકીની ચારે ઇન્દ્રિયાના સુખથી તેમને વંચિત કરવા રૂપ ચાર ખીજા ભેદે અને દુઃખથી યુક્ત કરવા રૂપ ચાર ભેદો મળીને અસ યમના કુલ દસ ભેદ થાય છે. એજ વાત ‘ ણં અલંગનો વિ મળિયો ' ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. ! સૂત્ર ૧૫૫
';
સુક્ષ્મકે સ્વરૂપકા નિરૂપણ
આ પ્રકારે સચમ અને અસયમની પ્રરૂપણા કરીને હવે સૂત્રકાર એજ વિષય સાથે સુસંગત એવાં સૂક્ષ્મ જીવનું નિરૂપણ કરે છે
66
સ સુકુના જળસ↑ '' ઇત્યાદિ-(સૂ. ૧૬)
ટીકા-સૂક્ષ્મ જીવાના દસ પ્રકારો નીચે પ્રમાણે પડે છે (૧ થી ૮) પ્રાણુસૂક્ષ્મથી લઈ ને સ્નેહસૂક્ષ્મ પર્યન્તના આઠ પ્રકારે, (૯) ગણિતસૂક્ષ્મ અને (૧૦) ભંગસૂક્ષ્મ,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૫૪