Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કુલસંપન્ન, (૩) વિનયસંપન્ન, (૪) જ્ઞાનસંપન્ન, (૫) દર્શનસંપન્ન, (૬) ચારિત્ર સંપન્ન, (૭) ક્ષાન્ત, (૮) દાન્ત. (૯) અમારી અને (૧૦) અપશ્ચાદનુતાપી
માતાના વંશનું નામ જાતિ અને પિતાના વંશનું નામ કુળ છે. જે પુરુષ શુદ્ધમાતાના વંશવાળે અને શુદ્ધપિતાના વાવાળો હોય છે એ પુરુષ તે સામાન્ય રીતે અકૃત્યનું સેવન કરે જ નથી. પરંતુ ક્યારેક તેના દ્વારા રે અકૃત્યનું સેવન થઈ જાય છે તો તેનું અંતઃકરણ પશ્ચાત્તાપરૂપી અગ્નિ વડે તપ્ત થઈ જાય છે. એ પુરુષ પિતાના દેની આલોચન અવશ્ય કરે જ છે. આ પ્રકારના જાતિસંપન્ન અને કુલસંપન્નરૂપ પહેલાં બે સ્થાને સમજવા કહ્યું પણ છે કે-“ કા સાળોઈત્યાદિ. આ પ્રકારે આઠમાં સ્થાનમાં જેવું પ્રતિ પાદન કરવામાં આવ્યું છે એવું જ પ્રતિપાદન અહીં પણ દાન્ત પર્યંતના ગુણોવાળા અણગાર વિષે પણ કરવું જોઈએ. અહીં “પર્યન્ત” પદ વડે “વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન ચારિત્રસંપન્ન અને શાન્ત” આટલાં પદને ગ્રહણ કરવામાં આવ્યાં છે.
વિનયસંપન્ન-જે સાધુ વિનીત હોય છે, તે અનાયાસે જ (કેઈન કહે તે પણ) તે પિતાના બધા દેની આલોચના અવશ્ય કરી જ લે છે.
જે સાધુ જ્ઞાનસંપન્ન હેાય છે સમ્યજ્ઞાનથી યુક્ત હોય છે, તે દેવિપાક વાળા-દેષની શુદ્ધિ કરનારા પ્રાયશ્ચિત્તને જાણીને અનાયાસ ભાવથી જ પોતાના દેની આલેચને કરે છે કહ્યું પણ છે કે –
નાળ ૩ સંપvળે” ઇત્યાદિ. આ કથનને ભાવાર્થ સ્પષ્ટ છે.
દર્શનસંપન્ન–જે શિષ્ય શ્રદ્ધાસંપન્ન હોય છે તે એ દઢ વિશ્વાસ ધરાવે છે કે “દેષ અનર્થકારી હોય છે.” તે કારણે તે પોતાના દેશની આલોચના કર્યા વિના રહેતું નથી.
ચારિત્રસંપન્ન–જે શિષ્ય ચારિત્રસંપન્ન હોય છે-ક્રિયાશાળી હોય છે-તે સામાન્ય રીતે ફરી એવા દેશનું સેવન કરતો નથી, અને કદાચ કોઈ કારણે દેષનું સેવન થઈ જાય તે તેની સમ્યક્ રીતે આલોચના કરે છે અને તેને જે પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હોય છે, તે પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે છે. કહ્યું પણ છે કે “જેસા –ત્તિ” ઈત્યાદિ–
ભાવાર્થ–“દેષ અનર્થકર છે,” એવી પૂર્ણ શ્રદ્ધાપૂર્વક દર્શનસંપન્ન શિષ્ય પિતાના દેશની આચના કરે છે. જે શિષ્ય ચારિત્રસંપન્ન હોય છે તે ફરીથી અપરાધનું સેવન કરતા નથી.
- સાન્ત–જે શિષ્ય ક્ષાન્ત-ક્ષમાશીલ-હેાય છે તે આચાર્યના કઠોર વચને સાંભળીને પણ રોષ ધારણ કરતો નથી. કહ્યું પણ છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૨