Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રુચકવર નામના ૧૩માં સમુદ્રથી દક્ષિણ દિશા તરફ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરવાથી અરુણુવરદ્વીપ અને અણવર સમુદ્ર આવે છે તે અરુણ વર સમુદ્રની દક્ષિણ દિશામાં ૪૨ હજાર યોજન આગળ જતાં આ ઉત્પાત પર્વત આવે છે. આ તિગિરિછકૂટ પર્વત રત્નમય છે, અને પઘવર વેદિકા અને વનખંડથી પરિણિત (વીંટળાયેલે) છે. તેના મૂળભાગને વિષંભ ૧૯૨૨ જનને છે.
ચમરને ચાર લોકપાલો છે. તેમનાં નામ સેમ, યમ, વરુણ અને વૈશ્રવણ છે. સોમ મહારાજના ઉત્પાત પર્વતનું નામ સમપ્રભ છે. તે સમપ્રભ પર્વતની ઊંચાઈ એક હજાર જનની છે, તેને ઉદ્વેધ (જમીનની અંદર રહેલા અદશ્ય ભાગની ઊંડાઈ) એક હજાર ગબૂત (કેસ) પ્રમાણ છે અને તેના મૂળભાગને વિષ્કભ પણ એક હજાર યોજન પ્રમાણ છે. આ પર્વત અરુણંદ સમુદ્રમાં આવેલ છે. યમ મહારાજના ઉત્પાત પર્વતનું નામ યમપ્રભ છે, વરુણે મહારાજના ઉત્પાત પર્વતનું નામ વરુણપ્રભ છે, અને વૈશ્રવણ લેપાલના ઉત્પાત પર્વતનું નામ વૈશ્રવણપ્રભ છે. આ ત્રણે કપાલે ઉત્પાત પર્વતની ઊંચાઈ ઉધ, મૂળભાગને વિષ્ક વગેરેનું પ્રમાણ સેમ મહારાજના ઉત્પાત પર્વતના પ્રમાણ જેટલું જ સમજવું. આ ત્રણે ઉત્પાતપર્વતે અરૂદય સમુદ્રમાં જ આવેલા છે. તેના
બલિ ઉત્તરાર્ધને અધિપતિ છે. તે અસુરકુમારને ઇન્દ્ર છે. તેના ઉત્પાત પર્વતનું નામ રુચકેન્દ્ર છે. આ કેન્દ્ર ઉત્પાત પર્વતના મૂળભાગને વિષ્કભ ૧૦૨૨ જનને છે, અને તે પર્વત અરુણુવરસમુદ્રમાં આવે છે. કહ્યું પણ છે કે –“શન કરે” ઈત્યાદિ –
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–અરુણુવર સમુદ્રના ઉત્તર દિશામાં ૪૨ હજાર જન આગળ જતાં કેન્દ્ર નામને શિલાનિચય (પર્વત) આવે છે. ત્યાં ચાર રાજધાનીએ છે. વૈચનેન્દ્ર વૈરોચનરાજ બલિના જે સેમ મહારાજ નામના કપાલ છે તેમના ઉત્પાતપર્વતનું નામ સોમપ્રભ છે. તે સમપ્રભા ઉત્પાત પર્વતનું વર્ણન ચમરના લોકપાલ સેમ મહારાજના ઉત્પાત પર્વતના વર્ણન જેવું જ સમજવું. બલિને બીજા ત્રણ કપાલનાં નામ પણ ચમરના બીજા ત્રણ કપાલનાં જેવાં જ છે. એટલે કે યમ, વરુણ અને વૈશ્રમણ જ છે. તે પ્રત્યેકના પણ અલગ અલગ ઉત્પાત પર્વત છે. તે ઉત્પાતપર્વતેનું વર્ણન સોમપ્રભના ઉત્પાત પર્વતના વર્ણન પ્રમાણે સમજવું. રા
નાગકુમારના ઈન્દ્ર, નાગકુમારરાજ ધરણ દક્ષિણાઈને અધિપતિ છે. તેના ઉત્પાત પર્વતનું નામ ધરણપ્રભ છે. તે પણ અરુણદ સમુદ્રમાં આવેલ છે તેની ઊંચાઈ ૧૦૦૦ એજન, ઉદ્વેધ ૧૦૦૦ ગભૂત (બે કેશ) અને તેના મૂળભાગને વિષ્કભ એક હજાર એજન છે. ધરણના ચાર લેકપાલનાં નામ નીચે પ્રમાણે છે (૧) કાલપાલ, (૨) કપાલ, (૩) શૈલપાલ અને (૪) શંખપાલ તેમના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૭૦