Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“ વરામો ઘર્થાન્તત્તમન' ” ઇત્યાદિ—
આ કથનના ભાવાર્થ નીચે પ્રમાણે છે-એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં પરિણમન થવાની વાત દ્રવ્યમાં જ સ`ભવી શકે છે, કારણ કે પર્યાયાના આધાર રૂપ દ્રવ્ય હાય છે. તેથી જ્યારે એક પર્યાયને પરિત્યાગ કરીને પર્યાયાન્તર (અન્યપર્યાય)ને ધારણ કરે છે ત્યારે તે દ્રવ્યના મૌલિક રૂપનેા નાશ થતું નથી. પૂ પર્યાયમાં તેનું જેવુ' અસ્તિત્વ હતુ. એવુ' જ તેનુ' અસ્તિત્વ પર્યાયાન્તરમાં પણ ટકી રહે છે. તેથી અર્થાન્તરગમન જ પરિણામ છે,-દ્રવ્યનુ સદા એક સરખી સ્થિતિમાં રહેવુ' તેનુ' નામ પરિણામ (પરિણમન) નથી. આ અવસ્થામાં પણ પૂર્વપર્યાયના તે દ્રવ્યમાં સર્વયા વિનાશ પણ થતે નથી અને તેનુ સથા અવસ્થાન પણ રહેતું નથી, કારણ કે જ્યારે કોઈ એક પર્યામાં જ્યારે તે દ્રવ્યનુ પરિણમન થાય છે, ત્યારે તે પૂર્વપર્યાય દ્રવ્યમાં અન્તહિત થઈ જાય છે-એજ તેનુ પ્રથમ પર્યાયથી રહિત થવાનુ` કા` (પરિણમન) છે,
પર્યાયાર્થિ ક નયની માન્યતા આ પ્રકારની છે-જયારે દ્રશ્યમાં ઉત્તરપર્યાયને ઉત્પાદ (ઉત્પત્તિ) થાય છે, ત્યારે તા તે દ્રવ્યમાં તે ઉત્તર પય અસત્ (અવિદ્ય માન) હોય છે અને તેને તેમાં ઉત્પાદ થાય છે, તેથી આ ઉત્તરપર્યાયની અપેક્ષાએ દ્રવ્યના ઉત્પાદ અને વમાનમાં સત્ (વિદ્યમાન) પર્યાયની અપેક્ષાએ તેના વિનાશ થાય છે, કહ્યું પણ છે કે-' સર્ચયેળનાઃ '' ઇત્યાદિ
જીવનુ' જે પરિણામ છે તે જીવપરિણામ પ્રયાગકૃત ઢાય છે. તેના જે દસ પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-ગતિ નામક ના ઉદયથી જીવમાં નારક દિરૂપ જે એળખવામાં આવે છે-તેનું નામ ગતિપરિણામ છે. તે ગતિપરિણામના નારક આદિ ચાર ભેદ પડે છે. જયાં સુધી ભવના ક્ષય થતા નથી, ત્યાં સુધી જીવમાં આ ગતિપરિણામના સદ્ભાવ રહે છે.
દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય રૂપ જીવનું પરિણામ છે તેને ઇન્દ્રિયપણિામ કહે છે. તે ઇન્દ્રિયપરિણામ શ્રોત્રાદિના ભેદથી પાંચ પ્રકારનુ' છે
કષાયરૂપ જે જીવનું પરિણામ છે તેને કષાયપરિણામ કહે છે. તે ક્રોધાદિના ભેદથી ચાર પ્રકારનુ હાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪૩