Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દશ પ્રકારકી વૈયાવ્રત્યકા નિરૂપણ
વિયાવૃત્ય પણ શ્રમણધર્મ જ ગણાય છે. તેથી હવે સૂત્રકાર વૈયાવૃત્યના દસ પ્રકારનું વર્ણન કરે છે-“સવિદે વેચાવજે પum” ઈત્યાદિ–(ફૂ. ૧૧)
ટીકાથ-શુભ વ્યાપારવાળાને જે ભાવ અથવા તેનું જે કર્મ હોય છે તેનું નામ વૈયાવૃત્ય છે. ધર્મોપગ્રહકારી વસ્તુરૂપ ભક્ત (આહાર) આદિ દ્વારા ગ્લાન (બીમાર, અશક્ત) આદિ સાધુઓની સેવા કરવી તેનું નામ વૈયાવૃત્ય છે. તે અથવા વ્યાવૃત (સેવા)ને જે ભાવ છે અથવા સેવાનું જે કાર્ય છે તેનું નામ વૈયાવૃત્ય છે. તે વૈયાવૃત્યના નીચે પ્રમાણે દસ પ્રકાર પડે છે-(૧) આચાર્ય વૈયાવૃત્ય, (૨) ઉપધ્યાય વૈયાવૃત્ય, (૩) સ્થવિર વૈયાવૃત્ય, (૪) તપસ્વી વૈયાવૃત્ય, (૫) પ્લાન તૈયાનૃત્ય, (૬) શૈક્ષ વૈયાવૃત્ય, (૭) કુલ વૈયાવૃત્ય, (૮) ગણુ વૈયાવૃન્ય, (૯) સંઘ વિયાવૃત્ય અને (૧૦) સાધમિક વૈયાવૃત્ય.
પહેલાં નવ પ્રકારને અર્થ આજ ગ્રન્થમાં આગળ આપવામાં આવેલ છે. સમાન ધર્મનું નામ સધર્મ છે. સમાન ધર્મથી રહેનારા અથવા સમાન સધર્મવાળા જે સાધુઓ હોય છે તેમને સાધમિક કહે છે. તેમના વૈયાવૃત્યને સાધર્મિક વૈયાવૃત્ય કહે છે. એ સૂત્ર ૧૧ છે
જીવકે પરિણામકા નિરૂપણ
વૈયાવૃત્યજીવધર્મરૂપ છે. તેથી હવે સૂત્રકાર જીવપરિણામોનું નિરૂપણ કરે છે
રવિ વવપરિણામે ” ઈત્યાદિ–(સૂ ૧૨)
ટીકાર્ય–જીવપરિણમનરૂપ પરિણામ દસ પ્રકારનું કહ્યું છે. તે દસ પ્રકારો નીચે પ્રમાણે છે-(૧) ગતિપરિણામ, (૨) ઈન્દ્રિયપરિણામ, (૩) કષાયપરિણામ, (૪) લેશ્યા પરિણામ, (૫) ગપરિણામ, (૬) ઉપગપરિણામ. () જ્ઞાનપરિણામ, (૮) દર્શનપરિણામ, (૮) ચારિત્રપરિણામ અને (૧૦) વેદના પરિણામ.
પરિણમનરૂપ પરિણામના બે પ્રકાર પડે છે-(૧) દ્રવ્યાર્થિક નયની માન્યતા પ્રમાણેનું પરિણમન અને પર્યાયાર્થિક નયની માન્યતા પ્રમાણેનું પરિણમન.
જે દ્રવ્ય કેઈ અપેક્ષાએ (રીતે) પિતાનું અસ્તિત્વ ટકાવી રાખીને ઉત્તર પર્યાયરૂપ ધર્માન્તરને ધારણ કરે છે, તે પ્રકારના પરિણમનને દ્રવ્યાર્થિક નયની માન્યતા પ્રમાણેનું પરિણમન કહે છે.
આ કથન અનુસાર દ્રવ્યમાં પૂર્વપર્યાયનું સર્વથા અવસ્થાન (અસ્તિત્વ) પણ હેતું નથી અને તેને સંપૂર્ણતઃ નાશ પણ થતું નથી. કહ્યું પણ છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૪ ૨