Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગતિમાં અથવા જાતિમાં અથવા કુલમાં વારંવાર સાન્તરરૂપે કે નિરન્તરરૂપે ઉત્પન્ન થતાં રહે છે. આ પ્રકારની પહેલી લેક સ્થિતિ કહી છે (૨) બીજી લેક સ્થિતિ આ પ્રકારની છે–જી દ્વારા સદા-પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનન્તકાળ સુધી -નિરન્તર મેક્ષના વિઘાતક પાપકર્મોરૂપ જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં પાપ કમને બન્ધ થતું રહે છે. (૩) ત્રીજી લેક સ્થિતિ આ પ્રકારની છે-જી દ્વારા અનન્તકાળ સુધી નિરન્તર મેહનીય કર્મની પ્રધાનતાને લીધે મોહનીય આઠ પ્રકારનાં પાપકર્મોને બંધ થતું રહે છે. (૪) ચોથી સેકસ્થિતિ આ પ્રકારની છે–ત્રણે કાળમાં એવું કદી બન્યું નથી, બનતુ નથી અને બનવાનું પણ નથી એટલે કે એ વાત બિલકુલ અસંભવિત છે કે જીવ અજીવ બની જાય અને અજીવ જીવ બની જાય એટલે કે જીવ કદી પણ અજીવ રૂપતાને પ્રાપ્ત કરતે નથી. (૫) પાંચમી લોકસ્થિતિ આ પ્રકારની છે–ત્રણે કાળમાં એવું કદી સંભવી શકતું નથી કે આ લેકમાંથી ત્રસ જીવેને યુછેદ (સંદતર નાશ થઈ જાય અને માત્ર સ્થાવર જને જ સદુભાવ રહે–
(૬) છટકી લેક સ્થિતિ આ પ્રકારની છે–લેક અલેક રૂપે પરિણમન પામી જાય, અને એક લેક રૂપે પરિણમી જાય, એવી વાત પણ ત્રણે કાળમાં બની નથી, એટલે કે એ વાત પણ સર્વથા અસંભવિત છે,
(૭) સાતમી લોકસ્થિતિ આ પ્રકારની છે–એ વાત પણ ત્રણે કાળમાં કદી સંભવી શકવાની નથી કે લોકને અલકમાં પ્રવેશ થઈ જાય અને અલેકનો પ્રવેશ લોકમાં થઈ જાય.
આઠમી લેકસ્થિતિ આ પ્રકારની છે–જેટલા ક્ષેત્રમાં લેકને વ્યપદેશ થાય છે–જેટલા ક્ષેત્રને લેકને નામે ઓળખવામાં આવે છે, એટલાં ક્ષેત્રમાં જીવનું અસ્તિત્વ છે અને જેટલાં ક્ષેત્રમાં છાનું અસ્તિત્વ છે એટલાં જ ક્ષેત્રમાં લેક છે.
(૯) નવમી લેકસ્થિતિ આ પ્રકારની છે.(આ ભેદમાં જે “જાવ તાવ, રા, તાવ” આ પદનો પ્રયોગ કરવામાં આવ્યું છે તે વાક્યવિન્યાસની સુંદર તાને માટે કરવામાં આવ્યા છે. એ જ પ્રમાણે આગળ પણ સમજવું) જેટલાં ક્ષેત્રમાં છે અને પુદગલની ગતિરૂપ પર્યાય છે એટલાં ક્ષેત્રમાં લેકવ્યપદેશ લેક શબ્દને પ્રગટે છે અને જેટલાં ક્ષેત્રમાં લેકવ્યપદેશ છે એટલાં ક્ષેત્રમાં જની અને પુદ્ગલની ગતિપર્યાય છે.
(૧૦) દસમી લોકસ્થિતિ આ પ્રકારની છે -સમસ્ત લેકાતોમાં પગલે અબદ્ધપાર્શ્વગૃષ્ટ જ છે. એટલે કે તેઓ ગાઢ રૂપે સંલિષ્ટ પણ નથી અને માત્ર નામના જ સ્પષ્ટ પણ નથી. આ પ્રકારે તે પુદ્ગલે અક્ષ દ્રવ્યાન્તરની સાથે ગાઢ સંશ્લેષ અને પાર્શ્વસ્પર્શ આ બનેથી રહિત છે. આ કથનને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૩૧