Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શરીરને નવ છિદ્રોંકા નિરૂપણ
ઉપર્યુક્ત વિકૃતિઓ શરીરના ઉપચયમાં કારણભૂત બને છે. શરીરમાં કેટલાંક છિદ્રો હોય છે, તેથી હવે સૂત્રકાર તે છિદ્રોની સંખ્યા પ્રકટ કરે છે
સર રણવા” ઈત્યાદિ–(ફૂ. ૧૬) ટીકાથ–આ ઔદારિક શરીર નવ છિદ્રોવાળું કહ્યું છે. “શી” આ પદ શરીરના અર્થમાં વપરાયું છે અહીં શરીર પદ વડે ઔદારિક શરીરને જ ગ્રહણ કરવામાં આવ્યું છે. “સ્ત્રોત” પર છિદ્રના અર્થમાં વપરાયું છે ઔદારિક શરીરના નવ છિદ્ર રૂપ નવ દ્વાર નીચે પ્રમાણે છે-બે શ્રોત્ર (કાન), બે નેત્ર, બે પ્રાણ (નસકોરાં ), મુખ, મૂત્રન્દ્રિય અને ગુદા. એ સૂત્ર ૧૬ છે
નવ પ્રકારકે પુણ્યકા નિરૂપણ
આ પ્રકારે છિદ્રોવાળા શરીરનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે શરીર દ્વારા સાધ્ય એવાં પુણ્યના ભેદનું નિરૂપણ કરે છે –
વવિદે પુom guત્ત” ઈત્યાદિ.(સૂ. ૧૭) ટીકાઈ-પુણ્યના નીચે પ્રમાણે નવ પ્રકારે કહ્યા છે-(૧)અન્નપુણય (૨) પાનપુણ્ય, (૩) વઅપુણ્ય, (૪) લયનપુ, (૬) મનપુણ. (૭) વાક્પુય, (૮) કાયપુણ્ય અને (૯) નમસ્કારપુણ્ય.
જે આત્માને પવિત્ર કરે છે તેનું નામ પુણ્ય છે. એવું તે પુણ્ય શુભકર્મ રૂપ હોય છે. તે શુભકર્મ રૂપ પુણ્યના અન્નપૂર્ણ આદિ નવ પ્રકાર પડે છે. સુપાત્ર આદિકોને અન્નનું દાન દેવું તેનું નામ અન્નપુણ્ય છે, કારણ કે સુપાત્રને અન્નદાન દેવાથી દાતા તીર્થંકર નામકર્મ આદિ પુણ્યપ્રકૃતિઓને અન્ય કરે છે. પાણી, દૂધ આદિ પેય પદાર્થોનું સુપાત્રને દાન દેવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે પુણ્યને પાનપુણ્ય કહે છે.
વસ્ત્રોનું દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તેને વસ્ત્રપુણ્ય કહે છે. નિવાસ કરવાને માટે સ્થાનનું દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫