Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભિક્ષપ્રતિમાકે સ્વરૂપકા નિરૂપણ
ટીકાઈ–નવ નવ દિનના નવ સમૂહ રૂપે આરાધિત થતી ભિક્ષુપ્રતિમાની આરાધના ૮૧ દિનરાતમાં આરાધિત કરાય છે. આ ભિક્ષુક તમાની આરાધના કરનાર સાધુ પ્રથમ નવકમાં (નવ દિવસમાં દરરોજ એક દત્તિ પાનકની (પ્રવાહીની) અને એક દત્તિ આહારની લે છે. દરેક નવકમાં આહાર અને પાનકની એક એક દત્તિ વધારતા વધારતાં નવમાં નવકમાં તે પ્રતિદિન પાનકની નવ દત્તિઓ અને આહારની નવ દત્તિઓ ગ્રહણ કરે છે. આ રીતે ૮૧ દિવસમાં તે સાધુ આહારની કુલ ૪૦૫ દક્તિઓ ગ્રહણ કરે છે. અહીં પાનની દત્તિઓને ગણાવવામાં આવેલ નથી. (જે આહાર અને પાનક બનેની દત્તિઓ ગણાવવામાં આવે તો કુલ ૮૧ દત્તિઓ થાય છે. ) “યથાસૂત્રે ” આ સત્રપાઠ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે આ ભિક્ષુપ્રતિમાની આરાધનાની જેવી વિધિ શાસ્ત્રમાં બતાવી છે એવી વિધિ અનુસાર ૮૧ દિવસમાં તેની આરાધના થાય છે. “વત્ત પદ દ્વારા અહીં “વળાવ, થા મા, ચારરયં વઋાન, ધૃણા પાલિતા, શમિતા, સરિતા, ર્તિતા” આ સૂત્રપાઠ ગ્રહણ કરાય છે. આ સત્રમાં વપરાયેલાં પદની વ્યાખ્યા સાતમાં સ્થાનના પાંચમાં સૂત્રમાંથી વાંચી લેવાની ભળા મણ કરવામાં આવે છે. સૂ ૨૯ છે
પ્રાયશ્ચિતકે સ્વરૂપના નિરૂપણ
આ રીતે ભિક્ષુપ્રતિમાનું કથન કરીને હવે સૂત્રકાર તેમાં લાગેલા અતિચારનું પ્રાયશ્ચિત્ત થાય છે. તે અભિપ્રાયથી પ્રાયશ્ચિત્ત સૂત્રનું કથન કરે છે.
“જયવિ પારિજીત્તે ઉછળ” ઈત્યાદિ–(સૂ ૩૦) ટીકાર્થ–પાપવિશોધન (પાપની શુદ્ધિ નું નામ પ્ર યશ્ચિત્ત છે. તે પાપવિશે ધન રૂપ પ્રાયશ્ચિત્ત નવ પ્રકારનું કહ્યું છે. તે પ્રકારે નીચે પ્રમાણે છે
(૧) આલોચના, (૨) પ્રતિકમણીં, (૩) તદુભયાહ, (૪) વિવેકાણું (૫) વ્યુત્સર્ગાઉં, (૬) તપઅહં (૭) છેદાઈ, (૮) મૂલાહ અને (૯) અનવસ્થાપ્યાહ
આલોચનાતું-ગુરુની પાસે આલોચના (નિવેદન) કરવાથી જ જે પાપની વિશદ્ધિ થઈ જાય છે એવા પાપને આલેચનાઈ પાપ કહે છે, અને એવા પાપના પ્રાયશ્ચિત્તને આલેચનાર્ડ પ્રાયશ્ચિત્ત કહે છે. એ જ પ્રમાણે આગળ પણ સમજવું,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૦૭