Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપસર્ગો હેય, ચાહે મનુષ્યકૃત ઉપસર્ગો હોય તે ચાહે તિર્યંચકૃત ઉપસર્ગો હોય) તે ઉપસર્ગોને તે ભાગ્યશાળી વિમલવાહન મુનિરાજ સહન કરશે. ઉપસર્ગ કરનાર પર તેઓ સહેજ પણ ક્રોધ કરશે નહીં, ઉપસર્ગો સહન કરતી વખતે તેઓ બિલકુલ દીનતા નહીં બતાવે, પરંતુ તેઓ અડગતાથી તે ઉપસર્ગોને સહન કરશે. તેઓ ઇર્યોસમિત બનશે, ભાષાસમિત બનશે, ગુસબ્રહ્મચારી બનશે, અમમ (મમત્વ ભાવથી રહિત) બનશે, અકિંચન (ધર્મોપકરણ સિવાયની સામગ્રીથી રહિત) થશે, છિન્નગ્રંથ (દ્રવ્યગ્રંથ અને ભાવથથી રહિત) થશે, ઉપલેપ રહિત (રાગાદિ ભાવરૂપ લેપથી રહિત) થશે, અને શાસ્ત્રોકત ભાવનાથી યુક્ત બનેલા એવા તે વિમલવાહન મુનિરાજ કાંસાના પાત્રના જેવાં “મુક્તકેય” બનશે-સંસારબન્ધના કારજરૂપ સ્નેહભાવથી રહિત બનશે અને ઘી આદિની આહતિથી પ્રદીપ્ત થયેલા અગ્નિના સમાન તેજથી પ્રદીપ્ત બનીને વિચરશે.
તેમની આ વિહારાવસ્થામાં તેમને કોઈ પણ પ્રકારની રુકાવટ થશે નહીંતેઓ અપ્રતિબંધ વિહાર કરશે–એટલે કે તેમને કોઈ પણ વસ્તુ પર આસક્તિ નહીં થાય,અંડજ વિષયક આસક્તિ પણ નહીં થાય, પિતજ વિષયક આસક્તિ પણ નહીં થાય, અવગ્રહિક (રજોહરણ આદિ)માં પણ તેમને આસક્તિ રહેશે નહીં. જે જે દિશામાં જવાને વિચાર તેઓ કરશે, તે તે દિશામાં તેઓ અપ્રતિબદ્ધ, શુચિભૂત, લઘુભૂત અને પરિગ્રહ રહિત થઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિચરશે. અનુત્તર જ્ઞાન વડે, અનુત્તર દર્શન વડે, અનુત્તર ચારિત્ર વડે, અનુત્તર આલય વડે, અનુત્તર વિહાર વડે, અનુત્તર આર્જવ વડે, અનુત્તર માદવ પડે, અનુત્તર લાઘવ વડે, અનુ તર ક્ષાન્તિ વડે, અનુત્તર મુક્તિ વડે, અને સત્ય સંયમ અને તપગુણની સમ્યક્ આરાધનાના ફલરૂપ નિર્વાહ માર્ગ વડે પિતાના આત્માને ભાવિત કરતા એવાં તે વિમલવાહન ભગવાન જ્યારે દયાનાન્તરિકામાં (શુકલધ્યાનના બીજા પાદની સમાપ્તિમાં) વર્તમાન હશે ત્યારે અનન્ત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણુ, કૃત્ન અને પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થશે. ત્યારથી તેઓ છઘસ્થ અણગારને બદલે અહંત જિન ભગવાન બની જશે. આ રીતે તેઓ કેવળી, સર્વજ્ઞ અને સર્વ દશી થઈને દેવ, મનુષ્ય અને અસુર આદિથી યુક્ત લેકની પર્યાયોને જાણી શકશે અને દેખી શકશે સમસ્તકમાં સર્વે જીવોની આગતિ અને ગતિને સ્થિતિને, ચ્યવનને, ઉપપાતને, તને, મને ભાવોને મુકિતને, પ્રતિસેવિત કમને, પ્રકટ કમને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૧૯