Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થક અને પંચ નમસ્કાર મંત્રનો જાપ કરતો તે તેના ઘરમાં દાખલ થયે. સુલસાએ પણ અદ્ભુત્થાન આદિ શિષ્ટાચાર પૂર્વક તેને સત્કાર કર્યો. અમ્બાડે પણ સુલસાની ખૂબ જ પ્રશંસા કરી.
“અમ્બડ મહાવિદેહમાં સિદ્ધ પદ પ્રાપ્ત કરશે” આ પ્રકારનું જે કથન પપાતિક ઉપાંગમાં કરવામાં આવ્યું છે, તે કથન આ અમ્બડને અનુલક્ષીને કરાયું નથી, પરંતુ તે કથન અન્ય અગ્ગડના વિષયમાં કરવામાં આવ્યું છે. એમ સમજવું.
સુપાર્શ્વ-તે એક આર્થિક (સાધ્વી) હતી. તેઓ પાર્શ્વનાથ ભગવાનના શિષ્યની શિષ્યા હતાં.
ઉપર્યુક્ત નવે જીવે આગામી ઉત્સપિણીમાં ચાર મહાવ્રતવાળા ધર્મની પ્રરૂપણું કરીને સિદ્ધ થશે. અહીં “યાવત્ ” પરથી નીચેનો સૂત્રપાઠ ગ્રહણ થયે છે-બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિવૃત થશે અને સમસ્ત દુને અન્ત કરશે. તેમાંથી કેટલાક મધ્યમ તીર્થકરો રૂપે ઉત્પન્ન થશે અને કેટલાક કેવળી રૂપે ઉપન્ન થશે. છે સૂ ૩૪ છે
શ્રેણિકને તીર્થંકરત્વના નિરૂપણ
આગામી કાળમાં જે છો તીર્થકર બનવાના છે તેમનું કથન આગલા સૂત્રમાં કરવામાં આવ્યું. મહારાજા શ્રેણિકને જીવ પણ આગામી ઉત્સર્પિણીમાં તીર્થકર બનવાનું છે. તેથી હવે સૂત્રકાર શ્રેણિકનું કથન કરે છે
“ઘર જે સાજો! નિg iાયા” ઈત્યાદિ–ાસ ૩૫)
છે આ ! ” આ પ્રકારનું સંબોધન કરીને મહાવીર પ્રભુ ગૌતમાદિ સાધુઓને આ પ્રમાણે કહે છે-“હે આર્યો ” અહી જે આયપદને પ્રગ થયે છે તે આર્ય પદની વિસ્તૃત વ્યાખ્યા ઉપાસક દશાંગ સૂત્રની મેં લખેલી અગર સંજીવની ટકામાં આપવામાં આવ્યે છે જે નવ જીએ મહાવીર પ્રભુના તીર્થમાં તીર્થકર નામ ગોત્રનું ઉપાર્જન કર્યું છે તેમનું વર્ણન ૩૩માં સૂત્રમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૧૫